________________
( ૨૫૦ )
અભેદ માનવામાં આવે તે અવયવ અથવા અવયવી એ એમાંનુ એક જ રહે અને એ પણ એક દૂષણ છે; માટે અવયવ અને અવયવીને પરસ્પરના સંબંધ ઘટાવવા એ બે વચ્ચે કાઇ અપેક્ષાએ ભેદ અને કાઈ અપેક્ષાએ અભેદ માનવા ઉચિત છે અને એ પ્રકારના જ સબંધ એ એ વચ્ચે અનુભવાય છે—જેવું અનુભવાય તેવું જ માનવું એ વધારે પ્રામાણિકતાવાળુ છે. જે અનુભવથી વિપરીત રીતે અને કલ્પના પ્રમાણે માનવામાં આવે તે બ્રહ્માદ્વૈત અને શૂન્યવાદ-એ બધી માન્યતાઓ પણ કલ્પિત ગણાશે, માટે અવયવ અને અવયવીના પરસ્પરના સંબધ ઘટાવવા એ એ વચ્ચે કાઈ અપેક્ષાએ ભેદ અને કાઇ અપેક્ષાએ અભેદ માનવા જોઇએ અને એવી જાતની માન્યતાને વધારે દઢ કરવા અનેકાંતવાદને સ્વીકારવા પણુ જોઈએ. એ જ પ્રકારે સયાગી અને સંચેગ, સમવાયી અને સમવાય, ગુણી અને ગુણ તથા વ્યક્તિ અને સામાન્ય— એ બધાં વચ્ચે પણ પરસ્પર કાર્ક અપેક્ષાએ ભેદ અને કાઈ અપેક્ષાએ અભેદ માનવા જોએ. જો તદ્દન ભેદ જ માનવામાં આવે તે તે જે દૂષણા ઉપર જણાવ્યાં છે તે બધાં અહીં લાગુ થાય તેમ છે માટે દૂષણ વિનાના માર્ગ ઉપર જનારને અનેકાંતવાદના સ્વીકાર કર્યા સિવાય છૂટા નથી.
સાંખ્યા પણ સ્યાદ્વાદના સ્વીકાર કરે છે અને તે આ પ્રમાણે છેઃ–એ લેકા માને છે કે પ્રકૃતિમાં ત્રણ ગુણા સત્વ, રજ અને તમ (જે પરસ્પર વિરુદ્ધ છે) રહે છે. વળી, એક જ પ્રકૃતિમાં કાઈ પેક્ષાએ–સ ંસારની અપેક્ષાએ-પ્રવર્તન અને કાઈ અપેક્ષાએ મેાક્ષની અપેક્ષાએ—નિવન એમ બે વિરુદ્ધ ધર્માં રહે છે—એમ પણ માને છે. એ પ્રકારે એક જ પદાર્થમાં એ વિદ્ધ ધર્મને માનતા સાંખ્યમતવાળા અનેકાંતવાદથી વિમુખ શી રીતે થઇ શકે ?
મીમાંસામતવાળા તે પોતાની મેળે જ જુદી રીતે એક અને અનેકનુ પ્રરૂપણ કરીને અનેકાંતવાદને સ્વીકારે છે માટે એએને એ વિષે