________________
૫૨
ચાર ગતિનાં કારણે
હોય અને પાછો ડહાપણેય ડેછે, તે એ તરે શી રીતિએ? મહાપુરૂષે ફરમાવે છે કે “જ્ઞાનમેવ મહાઇ’ અજ્ઞાન એ જ મહા કષ્ટ છે. અજ્ઞાનના જેવું બીજું કષ્ટ પણ કયું છે? સમ્યગ્દષ્ટિને અજ્ઞાન એટલે અજાણપણું હોય, પણ એનું એના અજ્ઞાન વિષેનું જ્ઞાન, એને દુઃખ ઉપજાવતું હેય. અજ્ઞાન રહેવું એને ગમે નહિ અને જ્ઞાનિની નિશ્રા વિના એ ચાલે નહિ. તમને વ્યવહારમાં અજ્ઞાન કેટલું ડખે છે? તાર આવે અને એ વાંચતાં આવડે નહિ, તે દુઃખ થાય ને? એમ થાય ને કે–ભર્યો હોત તે સારું થાત ! વ્યવહારમાં તમે જરૂરી એવા જ્ઞાનિની કદમબોશી પણ કરો ને? ધર્મની વાતમાં એવી સ્થિતિ ખરી? સામાન્ય રીતિએ દેવમાં દેવબુદ્ધિ અને અદેવમાં અદેવબુદ્ધિ, ગુરૂમાં ગુરૂબુદ્ધિ અને અગુરૂમાં અગુરૂ બુદ્ધિ તેમ જ ધર્મમાં ધર્મબુદ્ધિ અને અધર્મમાં અધર્મબુદ્ધિ -એ સમ્યકત્વ છે અને એથી ઊલટું તે મિથ્યાત્વ છે; પણ તમે સમજે તે એટલામાં સઘળા ય તત્ત્વાર્થોને સમાવેશ થઈ જાય છે. દેવ કોણ ને અદેવ કેણ, ગુરૂ કોણને અગુરૂ કોણ તથા ધર્મ ક્યો અને અધર્મ કયો, એના નિર્ણય પછી ક નિર્ણય બાકી રહી જાય છે? અજ્ઞાનને પણ એ વાત નિશ્રાએ જ સ્વીકારવી પડે છે. દેવમાં અદેવબુદ્ધિ અને અદેવમાં દેવબુદ્ધિએ વગેરે જેમ મિથ્યાત્વ છે, તેમ અજ્ઞાન રહેવું ગમે–એ ય મિથ્યાત્વ છે. તત્ત્વના વિષયોનું અજ્ઞાન તમને ખટકે છે? એ અજ્ઞાનને ટાળવાને તમારે પ્રયત્ન ચાલુ છે? આપણે અજ્ઞાન છીએ માટે આપણે તો સુગરૂની નિશ્રાએ જ વર્તવું, એ તમારો નિર્ણય ખરે? સુગુરૂ કહે કે આ આમ છે, એટલે એ માની લેવાની તૈયારી ખરી?