Book Title: Char Gatina Karno Part 02
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust

View full book text
Previous | Next

Page 393
________________ ૩૬૯. બીજો ભાગ ને એ પામી જાય, એવું પણ બને ને? ' 'સ, સાંભળે તેને કહીએ ને? - અહીં આવનારાઓમાંના પણ કેટલાકે પૂરું સાંભળતા નથી, છતાં એ માટે ગુસ્સ કરીને અમે વ્યાખ્યાન બંધ કર્યું? ચાલુ વ્યાખ્યાને કેઈઝકો ખાય, કોઈ નવકારવાળી ગણે, એ શું વ્યાખ્યાન સાંભળવાની રીત છે? વ્યાખ્યાનમાં બરાબર વખતસર આવવું નહિ, વહેલા પણ ચાલ્યા જવું અને સાંભળવામાં લક્ષ્ય નહિ રાખતાં બીજેત્રીજે ઠેકાણે લક્ષ્ય આપવું, એવા પણ છે ને? કેટલાકે, અહીં હા કહીને, બહાર જઈને વિરૂદ્ધ નથી બેલતા ? એ વાતે અમે નહિ સાંભળતા હોઈએ? છતાં, “તમે સાંભળવાને માટે નાલાયક છે”—એમ કહીને, અમે વ્યાખ્યાન બંધ કેમ કર્યું નહિ ? ઊલટું, અને તે તમારામાં શ્રી જિનવાણીના શ્રવણને રસ પેદા કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ભગવાને કહેલી વાત, તમારી પાસે એવી રીતિએ મૂકવી, કે જેથી તમને એ ગમી જાય અને કદાચ એના અમલને પણ ઉત્સાહ પ્રગટી જાય, એ માટે અમે અમારામાં જે કાંઈ આવડત હોય, તેને અજમાવીએ છીએ. અમને એમ થાય છે કે-આ બધા અથવા આમાંના થેડાને પણ જે એમ થઈ જાય કે- ધર્મ તે ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ જ કહેલો; અને આ ભવમાં મારે સેવવા ગ્યા હોય તે તે એ જ છે –તે સારૂં ! તમે અહીં સાંભળવાને આવે અને તમને અવિરતિ તરફ અણુગમે થાય નહિ, વિરતિ સ્વીકારવાનું મન થાય નહિ, તમારે સંસારને રસ ઘટે નહિ અને સંયમ એ જ સાધ્ય છે-એમ જે તમને લાગે નહિ, તે એ અમને ગમે નહિ; છતાં, અમે તમારા ઉપર ગુસ્સે થઈએ નહિ; અમે તે દયા ચિન્તવીએ ૨૪

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424