________________
E
બીજો ભાગ
२१७ થઈ શકે છે, પણ દ્રવ્યપૂજા થઈ શકતી નથી. આ પ્રમાણે તેમને કહીને અને સમજાવીને, તેમની સાથે હું તીર્થયાત્રાએ. નીકળી છું.”
આ વાત બેલી છે વેશ્યા, પણ શ્રાવિકાના સ્વાંગમાં બેલી છે ને? કેટલી બધી તૈયાર થઈને, એ શ્રી અભયકુમારને છેતરવાને માટે નીકળી પડી છે? આ વાત બોલવામાં વેશ્યાની કેટલી મોટી ગઢચિત્તતા છે? દેવદર્શનાદિ કર્યું તે ય ગૂઢ ચિત્તે અને આ વાત કરી તે ય ગૂઢ ચિત્ત! બાકી આવી વાત જેના હૈયે હોય, તેને આ સંસારથી વિસ્તાર થતાં વાર કેટલી લાગે? સાચી શ્રાવિકાના હૈયાની આ વાત છે. વિધવા બનેલી સતીએને માટે વ્રત એ જ શરણ છે અને ગૃહસ્થપણાનું ફલ તીર્થયાત્રા છે, એ વાત શ્રાવિકાના હૈયે હોય જ ને? તીર્થયાત્રામાં જે વાપર્યું તે જ સફલ, એવું શ્રાવિકા તે સમજે ને ? આની વાતમાં શ્રી જિનશાસનને પરમાર્થ સમાએલે છે. સાધુ કે સાધ્વી. બન્યા બાદ તે, સંયમયાત્રા એ જ મહાયાત્રા છે. સાધુ-સાધ્વી. એને તે તીર્થયાત્રાનું ફલ મળી ગયું છે-એમ કહીએ તે ચાલે. તીર્થયાત્રાનું ફલ શું? સંયમ ! તીર્થની યાત્રા કરીને પામવાનું શું? તમે તીર્થયાત્રા કરે, તે શું પામવાની ઈચ્છાથી ? યાદ છે, શ્રી કુમારપાલે તીર્થયાત્રાએ આવીને ભગવાનના ભિક્ષુકપણાની યાચના કરી હતી! એટલે, તીર્થયાત્રા કરતાં પણ સંયમયાત્રાની મહત્તા છે. માટે, દરેક સાધુ-સાધ્વીએ તીર્થયાત્રાના નામે પણ સંયમયાત્રા સદાય નહિ, દૂષિત બને નહિ, તેની કાળજી રાખવી જોઈએ. જ્યાં સંયમની ચિંતા જોઈતી. હતી, ત્યાં જે બીજી ચિંતાઓ પિસી ગઈ તે એથી સંયમ કેટલે ઘવાયે? સાધુ-સાધ્વીને માટે સંયમયાત્રા મુખ્ય છે અને