Book Title: Char Gatina Karno Part 02
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust

View full book text
Previous | Next

Page 398
________________ ૩૭૪ ચાર ગતિનાં કારણે સર્વવિરતિ, દેશવિરતિ અને અવિરતિ સમ્યગ્દષ્ટિ વૈમાનિકનું જ આયુષ્ય બાંધે? જેમણે સમ્યકત્વ ઉચ્ચર્યું છે અથવા તે દેશવિરતિ ઉચ્ચરી છે, દેશવિરતિ પણ સમ્યકત્વને ઉચ્ચર્યા વિના તે. ઉચ્ચરાય જ નહિ; એટલે, એ ઉચ્ચરનારના હૈયામાં સર્વવિર તિને પામવાની ઈચ્છા ખરી કે નહિ? સમ્યગ્દષ્ટિ જીવનભર અવિરત રહે કે દેશવિરતિધર જીવનભરમાં સર્વવિરતિને ન પામે, એ કેઈ નહિ જ બનવાજોગ વસ્તુ નથી, પણ આપણી વાત હૈયાની છે. બે ય પોતપોતાની અવિરતિથી છૂટવાની ઈચ્છાવાળા હોય કે નહિ? એમનું ચાલે, એમનું ઉપજતું હોય, તે અવિરતિના અંશમાં પણ રહેવાનું એ પસંદ કરે નહિ, એવું એમનું હૈયું ખરું કે નહિ? ભગવાને કહેલી સવવિરતિને પામવાની જેનામાં ઈરછા હોય, જેનામાં એ સર્વ વિરતિને પામવાની તાલાવેલી હોય, તેનામાં દેશવિરતિપણું કે સમ્યકત્વ છે-એમ જરૂર કહી શકાય. જેને “મેક્ષ એ જ આત્માનું સાધ્ય છે એમ લાગે અને “ભગવાને કહેલ ક્ષને ઉપાય એ જ એક સારો ઉપાય છે એમ લાગે; આ વિષયમાં જેની બુદ્ધિ સુનિશ્ચિત હોય; તે સર્વથા અવિરત હોય તે ય સમ્યગ્દષ્ટિ જરૂર છે અને સાથે આંશિક પણ વિરતિ હિય, તે એ દેશવિરતિ પણ જરૂર છે. એવા આત્માઓની દેવગતિ જ થાય. સર્વવિરતિના પરિણામવાળે, દેશવિરતિના પરિણામવાળે અને સમ્યગ્દર્શનના પરિણામવાળે પણ, અવશ્ય વૈમાનિકમાં જાય. આયુષ્યને બંધ પડતી વખતે જે આત્માએમાં સર્વવિરતિના પરિણામ હોય અથવા દેશવિરતિના પ.િ

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424