Book Title: Char Gatina Karno Part 02
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust

View full book text
Previous | Next

Page 420
________________ ૩૯૬ ચાર ગતિના કારણે નહિ અને ટીકા કર્યા કરવી, એ છાજે નહિ. તમે ટીકા કરશે તે દુર્ગતિમાં જશે અને આ સૂતે સૂતે તપ કરનારો પણ સદ્ગતિમાં જશે. તપ કરવાનું મન થયા કરે, તપ કરવાના કેડ થયા કરે, તે પણ એથી ઘણે લાભ થાય. અજ્ઞાન તપ ન ફળે-એ વાત જુદી, પણ એને અર્થ એ છે કે-એ તપથી જે સુન્દર ફલ મળવું જોઈએ તે ન મળે, પણ દેવલોકાદિ ન મળે એમ નહિ! તપસ્વિને ઊલટી થાય, આડા પડે, પણ ખાય નહિ એ ઓછી વાત નથી. જે પચ્ચખાણ લીધું, તે ચન કેન પણ પૂરૂં કરવું, તે સહેલી વાત નથી. એ વખતે, મનના પરિણામ બગડે નહિ અને તપના પરિણામ ટક્યા રહે–એની કાળજી જરૂર રાખવી જોઈએ. બાકી, તપને અભ્યાસ પાડવાને માટે સૂઈને તપ પૂરો કરે, તે ય લાભ થાય. એને ખ્યાલ જોઈએ કે-તપ કરવા છતાં પણ મારી સંયમની સર્વ કિયાઓ નિરાબાધ રહે, એવી શક્તિ મારે પેદા કરવી છે! બહાર પચ્ચખાણ ને અંદર પોલ, એવા ય નાદાને હોય છે. એવાને તપનો અભ્યાસ નહિ પડે અને તપની અવગણના આદિનું પાપ લાગશે. તપમાં તે બહુ ગુણ છે. બહુ સમજાતું ન હોય, પણ ભગવાને કહેલો આ તપ છે, માટે મારે આ તપ કર જોઈએ, પજુસણ આવ્યાં માટે અઠ્ઠાઈ કરૂં, અઠમ કરૂં-એમ થાય અને શરીર નરમ હોય તે ય તપ કરવાનું મન થાય, એ એક પ્રકારને આરાધકભાવ છે. એવા દેવકનું આયુષ્ય બાંધે, એમાં કાંઈ નવાઈ જેવું નથી. દેવલેકના આયુષ્યના આશ્રને વર્ણવતાં, અહીં તો, માત્ર “તપ” એમ કહ્યું છે, જ્યારે કેઈ ઠેકાણે “બાલ તપ” કહેલ છે. બાલ તપ કરનાર અજ્ઞાન હોવા છતાં ય, એના

Loading...

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424