Book Title: Char Gatina Karno Part 02
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust

View full book text
Previous | Next

Page 422
________________ ૩૮ ચાર ગતિનાં કારણે આ અભિલાષ પ્રગટી શકે નહિ. રત્નત્રયીની અવિરાધના રત્નત્રયીની અવિરાધના, એ પણ દેવગતિનું આયુષ્ય બાંધવાનું એક કારણ છે. રત્નત્રયી એટલે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર. એ ત્રણની આરાધનાનું તે સારું ફલ છે જ, પણ જેનામાં રત્નત્રયીની વિરાધનાથી સદાને માટે બચતા રહેવાના પરિણામ હોય, તે ય દેવલેકના આયુષ્યને ઉપાર્જનારે બની શકે છે. રત્નત્રયીની વિરાધનાથી બચવાની વૃત્તિ, એ રત્નત્રયી પ્રત્યેને સદુભાવને સૂચવે છે. રત્નત્રયી, એ ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ ફરમાવેલે મોક્ષમાર્ગ છે અને મારાથી એની આરાધના ન થઈ શકે તે ય મારે એની વિરાધનાથી તે અવશ્ય બચવું જોઈએ, આવી વૃત્તિ જેના હૈયામાં હોય, તે દેવકના આયુષ્યને બાંધે, એ સહજ છે ને? કેમ કે-હૈયામાં રત્નત્રયી પ્રત્યેના સદૂભાવવાળા પરિણામ છે ! પદ્મ અને પીત લેશ્યા : I છ લેશ્યાઓના પરિણામની વાત આપણે વિચારી આવ્યા છીએ. અહીં કહે છે કે-મૃત્યુ વખતે પદ્મ લેશ્યા અગર પીત લેશ્યાને પરિણામ હોય, તે તે મરીને દેવલોકમાં ઉત્પન્ન થાય. જે જીવ મરીને દેવકમાં ઉત્પન્ન થવાનું હોય, તેવા જીવને જ મરણ વખતે પવ અગર પીત વેશ્યાના પરિણામ હાય. દુર્ગતિમાં જનાર જીવને, મરણ વખતે આવા પ્રકારના પરિણામે હેય જ નહિ. ફમરણે મરવું તપની વાતમાં આપણે બાલ તપની વાત કરી લીધી

Loading...

Page Navigation
1 ... 420 421 422 423 424