________________
બીજો ભાગ
૧૮૯
એવા છે એવા તે એમને ખ્યાલ જ નહાતા; પણ ચારણ મુનિઆએ જે વાત કરી, તે તેમણે સાંભળી અને ચારણ મુનિઓની વાત ખાટી હાય નહિ, એવી તેમને ખાત્રી હતી; એટલે, પાતે પહેલાં તેા એ જાણી લેવાના નિર્ણય કર્યા કે આ ત્રણમાં કયા એ નરકગામી છે અને કાણુ એક સ્વગગામી છે !
એ જાણવાને માટે, શ્રી ક્ષીરકદમ્બક પાઠકે, લેાટના ત્રણ અનાવટી કુકડાઓ બનાવ્યા. પછી તેમણે પવક, વસુ અને નારદ-એ ત્રણેયને એક સાથે પેાતાની પાસે ખાલાવ્યા; અને એ દરેકને એક એક બનાવટી કુકડો આપીને, એ ત્રણને કહ્યું કે— યાં કોઈ પણ જોઈ શકે નિહ એવા સ્થાને તમારે આ કુકડાને મારી નાખવાના છે. ’
ગુરૂના આવા પ્રકારના આદેશને પામીને, એ ત્રણેય જણા ત્યાંથી નીકળ્યા. જ્યાં કાઈ પણ જોઈ શકે નહિ, એવા સ્થાનની શેાધમાં ત્રણેય જણા જુદી જુદી દિશામાં ચાલ્યા. તેમાં પવતર્ક અને વસુએ તેા, કાઇ શૂન્ય પ્રદેશમાં જઈ ને, ગુરૂએ આપેલા બનાવટી કુકડાઓના વધ કરી નાખ્યા.
'
નારદ પણુ નગરની બહાર કાઈ જનશૂન્ય પ્રદેશમાં પહોંચ્યા. ત્યાં પહોંચીને, તેમણે દશેય દિશાઓનુ` અવલેાકન કર્યું. દિશાઓનુ અવલેાકન કરતાં, નારદ વિચાર કરે છે કેગુરૂદેવના આદેશ એવા છે કે—જ્યાં કાઇ પણ જોતું ન હેાય, ત્યાં આ કુકડાના વધ કરવા; પણ એ શકય જ નથી, કારણ કે–જગતમાં કઈ પણ સ્થાન એવું છે જ નહિ, કે જે સ્થાને જે કાંઈ થાય, તેને કેાઈ જ જોઈ શકે નહિ. આ પ્રદેશ તદ્ન નિર્જન છે, પણ અહીયાં ય જોનારા તા ઘણા છે; એક તા આ કુકડા પાતે જ જુએ છે, હું પણ જોઉં છુ’--