Book Title: Bhaj Re Mana Part 02
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગંગાસતી
(ઈ. સ. ૧૮૪૩-૧૮૯૪)
પાલિતાણાથી આશરે ૩૫ કિ.મી.ના અંતરે રાજપરા ગામમાં શ્રી ભાઈજીભી સરવૈયા અને રૂપાળીબા નામે ધર્મપરાયણ દંપતીને ત્યાં ગંગાસતીનો જન્મ થયો હતો. નાનપણમાં ગંગાબા ઉર્ફે હીરાબાના નામે સૌ ઓળખતા. પાનબાઈનો જન્મ પણ આ જ ગામમાં થયો હતો. પાનબાઈ હમીરભાઈ ખવાસની દીકરી હતી. પાનબાઈ અને ગંગાબા ઉંમરે લગભગ સરખા હતાં. બંને ધર્મપરાયણ હોવાથી એકબીજા સાથે મનમેળ હતો. ગંગાબા પાનબાઈને ‘પાનકી’ નામથી બોલાવતા. ગંગાબાના લગ્ન ઈ. સ. ૧૮૬૪માં ભાવનગર જિલ્લાના સમઢિયાળા ગામમાં કહળસંગ સાથે થયા હતા. પાનબાઈ ગંગાબા સાથે વડારણ (ચાકરબાઈ) તરીકે આવેલા. ગંગાબાએ બે પુત્રીને જન્મ આપ્યો હતો. ઈ. સ. ૧૮૬૬માં હરિબાનો જન્મ અને ૧૮૬૮માં રાજબાનો જન્મ થયો હતો. કહળસંગ ભગતબાપુના નામથી ઓળખાતા હતા. તા. ૨૧-૧-૧૮૯૪માં ભગતબાપુએ સમાધિ પૂર્વક દેહ છોડ્યો. ત્યારબાદ ગંગાબા ગંગાસતીને નામે ઓળખાવા લાગ્યા. ગંગાસતીએ પાનબાઈને ભક્તિના પાઠ ભણાવવા શરૂ કર્યા અને રોજ એક ભજન રચતાં ગયાં અને તેનો ભાવાર્થ વાત્સલ્યથી સમજાવતાં બાવન પદો રચાયાં. તેના ફ્ળ સ્વરૂપે પાનબાઈને પૂર્ણતાનો અનુભવ થયો. તા. ૧૫-૩-૧૮૯૪ના રોજ ગંગાસતીએ સમાધિપૂર્વક દેહ ત્યાગ કર્યો. ગંગાસતીના દેહવિલય પછી ત્રણ દિવસ પછી ૧૮-૩-૧૮૯૪ના રોજ પાનબાઈએ સમાધિપૂર્વક દેહ છોડ્યો. એક સામાન્ય ગ્રામીણ મહિલારૂપે જન્મ પામ્યા છતાં એક અસામાન્ય ભક્તકવિયિત્રી અને ઉત્કૃષ્ટ પદે પહોંચેલ શ્રી ગંગાસતી આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે.
૧૨૨૪ (રાગ : કલાવતી)
અભિયાસ જાગ્યા પછી બહુ ભમવું નહિ ને, ન રહેવું ભેદવાદીની સાથ રે; કાયમ રહેવું એકાંતમાં ને, માથે સદ્ગુરૂનો હાથ રે. ધ્રુવ ભાઈ રે ! તીરથ વ્રત પછી કરવાં નહિ ને, ન કરવાં સદ્ગુરૂનાં કર્મ રે; એવી રે ખટપટ છોડી દેવી ને, જ્યારે જણાય માંયલો મર્મ રે. અભિ
ભજ રે મના
આંખ દાઢ મોતી મતી, ગઢ તિય નૌકા તાલ; ભાઈ નૌ સાબુત ભલે, ફૂટે હોં બેહાલ.
૭૫૮
ભાઈ રે ! હરિમય જ્યારે જગત જાણ્યું ને, ત્યારે પરપંચથી રહેવું દૂર રે; મોહ સઘળો પછી છોડી દેવો ને, હરિ ભાળવા ભરપૂર રે. અભિ ભાઈ રે ! મેળો રે મંડપ કરવા નહિ ને, ઈ છે અધૂરિયાનાં કામ રે; ‘ગંગાસતી' એમ બોલિયાં રે, ભાળવા હોય પરિપૂરણ રામ રે. અભિ
૧૨૨૫ (રાગ : ચલતી)
અંતઃકરણથી પૂજાવાની આશા રાખે, એને કેમ લાગે હરિનો સંગ રે; શિષ્ય કરવા નહિ એવાને જેને, પૂરો ચડયો ના હોય રંગ રે. ધ્રુવ ભાઈ રે ! અંતર નથી જેનું ઊજળું ને, જેને મોટાપણું મનમાંય રે; તેને બોધ નવ દીજીએ ને, જેની વૃત્તિ હોય આંઈ ને ત્યાંય રે. અંતઃ૦ ભાઈ રે ! શઠ નવ સમજે સાનમાં ને, ભલે કોટિ કરે ઉપાય રે; સંકલ્પ વિકલ્પ જેને વધતા જાય ને, એવાની અંતે જેતી થાય રે. અંતઃ
ભાઈ રે ! એવાને ઉપદેશ કદી નવ દેજો ને, ઊલટી ઉપાધિ વધતી જાય રે; ‘ગંગા’ રે સતી એમ બોલિયાં રે, એવાનો કરવો નહિ ઈતબાર રે. અંતઃ
૧૨૨૬ (રાગ : કલાવતી)
કુપાત્ર આગળ વસ્તુ ન વાવીએ ને, સમજીને રહીએ ચૂપ રે; ભલેને આવીને દ્રવ્યનો ઢગલો કરે ને, ભલે હોય ભૂપ રે. ધ્રુવ
ભાઈ રે ! ભજની પુરૂષને બેપરવા રહેવું ને, રાખવી ના કોઈની પરવા રે; મોટાની આગળ નવ ઉચ્ચરવું ને, બાંધજો સુરતાને એકતાર રે. કુપાત્ર
ભાઈ રે ! ઉપદેશ દેવો તો પ્રથમ ભક્તિ દેખાડવી ને, ગાળી દેવો તેનો મોહ રે; દયા કરવી તેની ઉપર ને, દાખવો ઘણો કરીને સોહ રે. ભાઈ રે ! સંશય ટળે ને મનડું ગળે ને, રાખે નહિ કોઈ પર દ્વેષ રે; ‘ગંગા’ રે સતી એમ બોલિયાં રે, એવાને દેખાડવો હરિનો દેશ રે.
ભૂપ કૃપણ કલહન તિયા, ઔર કુટિલ પરધાન; યે તીનો ઈક ક્ષણિક મેં, નાશ કરે ધન પ્રાણ.
૫૯.
કુપાત્ર
કુપાત્ર
ભજ રે મના