Book Title: Bhaj Re Mana Part 02
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
કાયા પલટ કરી બહુ જીવે, રસનાસે રસ કછુ ન પીવે; નિશદિન પઢે વહ શાસ્ત્રપુરાણ, તોહિ ન હોય એક નામ સમાન, સુમર૦ પંચાગ્નિ સેવે તપ કરે, સિદ્ધ વચન સે વસ્તુ તરે; ગગનમંડલમેં લાવે ધ્યાન, તોહિ ન હોય એક નામ સમાન, સુમર૦ કાશીમેં જાય કરવત ખાવે, મરે તનું હિમાળે ગાળે; તુલા બેઠ દેવે જો દાન, તોહિ ન હોય એક નામ સમાન. સુમર૦ જા પર ગુરુજી કીરપા કરે, પ્રેમ ભક્તિ હિરદેમેં ધરે; કલિજગમેં હય યે પરમાણ, ‘નામદેવક' ઈતનો જ્ઞાન, સુમર૦
નામદેવ
(ઈ. સ. ૧૨૭૦ - ૧૩૫૦) નામદેવ ૨૬ ઓક્ટોબર ૧૨૭૦માં મહારાષ્ટ્રમાં જન્મ્યા હતા એમ તેમના અભંગ દ્વારા જાણવા મળે છે. તે રીતે નામદેવ નાનકથી લગભગ ૨૦૦ વર્ષ પહેલાં અને લ્મીરથી ૧૩૦ વર્ષ પહેલાં જન્મ્યા હતા. એમના પિતાનું નામ દામાશેઠ અને માતાનું નામ ગોસાઈ હતું. પૂર્વજોની માફ્ટ તેઓ પણ દરજી હતા. તેમનો જન્મ નરસી બામની ગામમાં થયો હતો. દામાશેઠ પંઢરપુરમાં આવેલી વિઠોબાની મૂર્તિના ઉપાસક હતા. નામદેવની પત્નીનું નામ રાજાઈ હતું. નામદેવ અત્યંત દયાળુ હતાં. બીજાને દુ:ખ ન થાય તેનો પૂરો ખ્યાલ રાખતા. ભક્ત ગોરા કુંભાર નામદેવને એક અપક્વ માટીનું પાત્ર હેતાં, તેથી તેમને બહુ માઠું લાગતું. પણ પાછળથી આ સ્થનનો મર્મ તેઓ સમજ્યા. નાગનાથના મંદિરમાં નામદેવને પોતાના ગુરૂના દર્શન થયા હતા. તે હતા વિનોબા ખેચર, જ્ઞાનદેવ અને નામદેવના માર્ગ અલગ અલગ હતા. પરંતુ તેઓ એકબીજાને આદર કરતા, નામદેવ ૨૫ વર્ષથી અધિક સમય દેશમાં પગપાળા યાત્રા કરી હતી. છેલ્લે પંજાબના ગુરુદાસપુર જીલ્લાના એક નિર્જન ભાગમાં આવ્યા. ધીરે ધીરે અહીં ગામ વસ્યું. ૧૮ વર્ષ સુધી અહીં જ સાધના કરી અને ઈસ્વીસન ૧૩૫૦માં દેહ છોડ્યો. નામદેવનાં ગીતો નાના છતાં લાલિત્યથી ભરપૂર છે. એમના પદોની રચના સરળ શબ્દોમાં અને ગૂઢાર્થથી ભરેલી છે. બીર, નાનક, મીરાં, તુકારામ, પલટુ, દરિયાસાહેબ વગેરે સંતોએ નામદેવનો આદર કર્યો છે. નામદેવ મહારાષ્ટ્રમાં ભક્તિમાર્ગના સૌથી પહેલા સાધક મનાય છે.
૧૪૦૪ (રાગ : આહીરભૈરવ) સુમર સુમર મન શ્રી ભગવાન (૨). પ્રથમ દેહી જો ઘર પર આવે, કોટિ યજ્ઞ કોઈ કરે કરાવે; કોટિ તીર્થમં કરે સ્નાન, તાહિ ન હોય એક નામ સમાન. સુમર૦ અનેક ધર્મ મનસે ઉપજાવે, તજે ભોજન કછુ બહું ન ખાવે; દશમે દ્વાર ચઢાવે બાણ, તોહિ ન હોય એક નામ સમાન. સુમર૦
નાગરિદાસ સંત નાગરીદાસજી એટલે મહારાજા સાંવતસિંહજી . મહાન ભક્ત કવિ શ્રી નાગરીદાસજીનો જન્મ કૃષ્ણગઢ (પછીથી વૃંદાવન) માં વિ.સં. ૧૫૬ પૌષ કૃષ્ણ૧ર ના દિવસે થયો હતો. તેમના પિતાનું નામ મહારાજા રાજસિંહ હતું. તેમનો દેહવિલય ૬૫ વર્ષની ઉંમરે વિ.સં. ૧૮ર૧ ભાદ્રશુક્લા-૩ ના દિવસે થયો હતો.
૧૪૦૫ (રાગ : આશાવરી) ક્તિ દિન બિન વૃંદાવન ખોયે ? યહી વૃથા ગમે તે અબ લ, રાજસ રંગ સમયે. ધ્રુવ છાંડિ પુલિન ફ્લનિ કી સૈયા , સૂલ સરનિ સિર સોયે; ભીજે રસિક અનન્ય ન દરસે, બિમુખનિ કે મુખ જોયે, કિતેo હરિ બિહાર કી ઠરિ રહે નહિ, અતિ અભાગ્ય બલ બોયે; કલહ સરાય બસાય ભક્યારી, માયા રાંડ બિગોયે. ક્તિo ઈક રસ હાંકે સુખ તજિÁ હોં, કલ્દી હંસે કર્બી રોયે; કિચ ન અપનો કાજ, પરાયે ભાર સીસપર ઢોયે. ફિક્તo પાચ નહિ આનંદ લેસ , સબૈ દસ ટકટોયે; ‘નાગરિદાસ’ બર્સ કુંજનમેં, જબ સબ બિધિ સુખ ભોયે. કિતેo
યથા લાભ સંતોષ સુખ, રઘુવર ચરન સનેહ; તુલસી જ્યોં મતિ મૂઢસો, જસ કાનન તસ ગેહ. ૮૫૯)
ભજ રે મના
ધ્રુવ
પ્રીતિ રામ પદ નીતિ પંથ, ચલે રાગ રસ જીત; તુલસી સંતન કે મતે, યેહી ભગતકી રીત. ||
૮૫૮)
ભજ રે મના