Book Title: Bhaj Re Mana Part 02
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text ________________
૨૦૪૨ (રાગ : ગઝલ)
પ્રભુ જેવો ગણો તેવો તથાપિ બાળ તારો છું; તને મારા જેવા લાખો, પરંતુ એક મારે તું. ધ્રુવ નથી શક્તિ નિરખવાની, નથી શક્તિ પરખવાની; નથી તુજ ધ્યાનની લગની, તથાપિ બાળ તારો છું. પ્રભુ નથી જપ તપ મેં કીધાં, નથી કંઈ દાન પણ દીધાં; અધમ રસ્તા સદા લીધા, તથાપિ બાળ તારો છું. પ્રભુ દયા કર દુઃખ ભવ કાપી, ‘ અભય ’ ને શાંતિપદ આપી; પ્રભુ ! હું છું પૂરો પાપી, તથાપિ બાળ તારો છું. પ્રભુ
દયા કર હું મુંઝાઉં છું, સદા હૈયે રિબાઉં છું; પ્રભુ ! હું ધ્યાન ધ્વાઉં છું, તથાપિ બાળ તારો છું. પ્રભુ
૨૦૪૩ (રાગ : માંડ)
પ્રભુ તારા વિના, મુજ નયન ભીના, કોણ લૂછે ? મુજ અંતરને કોણ પૂછે? ધ્રુવ તારા વિરહના તાપમાં બળતો, પ્રભુ શાને કીધો છે અળગો ? વ્હાલા દર્શન ો, દૂરી દૂર કરો નેત્ર ઝંખે. મુજ મારૂં જીવન છે કેવળ પ્રમાદી, મુરત નિરખી બન્યો છું પ્રમોદી; અમૃત વાણી વરસો મારી સમીપ વસો, હૈયા ઉલસે. મુજ શાસન શિરોમણિ પ્રભુજી બળિયા, ભવજળ તરવાને સાચા ખેવટીયા; તારા વિરહ થયા, આંગણા સૂના થયા, મનડું ડંખે. મુજ તારી ખોટથી છાંઈ ઉદાસી, મોક્ષમાર્ગમાં અટક્યા પ્રવાસી; અબોલડાને તોડો, દિવ્યવાણી છોડો, કરૂણાધારી. મારી અરજ સૂનો ઉપકારી, મુજ
ભજ રે મના
કામી, ક્રોધી, લાલચી, ઈનતે ભક્તિ ન હોય ભક્તિ કરે કોઈ સૂરમા, જાતિ બરન કુલ ખોય
૧૨૩૦
૨૦૪૪ (રાગ : ધોળ)
પ્રભુ તારી માયા લાગી, દુઃખ મારા ગયા સૌ ભાગી; ભક્તિ કેરી ધૂન જાગી, લાગી તારી માયા લાગી. ધ્રુવ રોજ સવારે તારે મંદિરીયે, દોડી દોડી આવું;
તું જો પ્રભુજી સામું ના જુએ તો, કોની પાસે જાવું ? પ્રભુ મુખડાની લાગી માયા તારી, મુરતિ વસી મારા મનમાં; નામ અહર્નિશ જપું તારૂ એવું, બળ દેજે તનમનમાં. પ્રભુ
દુઃખ ભર્યા આ સંસારમાં પ્રભુ, શાતા પામું તારે દ્વારે; તારા વિના હવે કોણ પ્રભુજી, ભવજલ પાર ઉતારે, પ્રભુ રાગદ્વેષને મોહમાયા ત્યાગી, બન્યો તું તો વીતરાગી; તારી પાસે શું માગું પ્રભુ તારા, જીવનની રઢ લાગી. પ્રભુ
૨૦૪૫ (રાગ : યમન)
પ્રભુ તેં મને જે આપ્યું છે, એનો બદલો હું શું વાળું ? બસ તારી ભક્તિ કરી કરીને, મારા મનડાને વાળું. ધ્રુવ પ્રભુ નરક નિગોદથી તેં તાર્યો, મને અનંત દુઃખોથી ઉગાર્યો; તારા ઉપકાર અનંતા છે, એનો બદલો હું શું વાળું ? બસ માનવ ભવ પામ્યો તારી કૃપા, તુજ શાસન પામ્યો તારી કૃપા; જૈન ધર્મ તણી બલિહારી છે, એનો બદલો હું શેં વાળું ? બસ પ્રભુ મોક્ષનગરનો સથવારો, હું મોહનગરનો વસનારો; તું ભવોભવનો ઉપકારી છે, એનો બદલો હું શેં વાળું ? બસ એક મિલે દશ વીશકું ઇચ્છત, વીશ મિલે શત સહસ્ર ચહૈ હૈ, સહસ્ર મિલે લખ કોટી અરબલું, ભોમી સબે સભી રાજ હિ હૈ હે; સોપી મિલે સુરલોક વિધિ લગી, પૂરનતા મન મેં નહિ હૈ હૈ, એક સંતોષ બિના બ્રહ્માનંદ, તેરી ક્ષુધા કબહું નહિં નૈ હૈ.
માનુષ જનમ દુર્લભ હૈ હોઈ ન બારંબાર પાકા ફલ જા ગિરિ પરા, બહુરિ ન લાગે ડાર
૧૨૩૧
ભજ રે મના
Loading... Page Navigation 1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363