Book Title: Bhaj Re Mana Part 02
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
કલ્યાણદાસ
૧૧૭૫ (રાગ : ચલતી) કહેણીવાળા રે ! રહેણ વિના રદ મળશ; રહેણી વિના તમે રદ મળીને, અવળે મારગે ચઢશો. ધ્રુવ અતીત થઈને ભગવા પહેરી, ભભૂત ગોળા ધરશો; જંતરમંતર મોટા થઈને , દ્રવ્ય પરાયાં હરશો. કહેણી બહાનાંબંધી છાપાં તિલક, વાદ ઘણેરો કરશો; પરને શિખામણ દઈને, તમે પેટ તમારું ભરશો. કહેણીe. આતમતત્ત્વ એક ના ચિન્હો ફોગટ ફેરા ફરશો; કહે ‘લ્યાણ’ અમીરસ ઢોળીને, કયે ઠેકાણે ઠરશો ? કહેણી
જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર; તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની! તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં ; તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની ! (૨)
જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને; અહેશાનમાં દિલ ઝૂક્ત રહેમત ખડી ત્યાં આપની ! પ્યારું ત્યજીને પ્યાર કોઈ આદરે છેલ્લી સ; ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઈ આપની ! (૩) રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો ? આશકોના રાહની જે રાહદારી આપની! જૂનું-નવું જાણું અને રોઉં-હસું તે તે બધું; જાની-નવી ના કાંઇ તાજી એક યાદી આપની ? (૪) ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી; જોયું ન જોયું છો બને, જો એક યાદી આપની! કિસ્મત કરાવે ભૂલ, તે ભૂલો કરી નાખું બધી; છે આખરે તો એકલી ને એ જ યાદી આપની ! (૫)
કલાપી ક્લાપીનું આખું નામ સૂરસિંહજી તખ્તસિંહજી ગોહેલ હતું. તેમનો જન્મ તા. ૨૬-૧-૧૮૭૪ ના રોજ સૌરાષ્ટ્રના લાઠી ગામે રાજવી કુટુંબમાં થયો હતો. તેમની પત્નીનું નામ રાજબા હતું. રાજકોટની રાજકુમાર કોલેજમાં અંગ્રેજીના પાંચ ધોરણ ભણ્યા હતાં. અંગત શિક્ષકોથી તેઓએ સંસ્કૃત , ઉર્દુ અને ફારસી સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. તેમની સમગ્ર કાવ્યકૃતિઓ ‘ક્લાપીનો કેકારવ'માં નિબદ્ધ છે. ૨૬ વર્ષની વયે તા. ૯-૬-૧૯૦૦ ના રોજ લાઠી ગામમાં તેમનું ઝેર પાવાથી અવસાન થયું હતું.
૧૧૭૬ (રાગ : હરિગીત છંદ) જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની ! આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની! માશૂકોના ગાલની લાલી મહીં લાલી અને જ્યાં જ્યાં ચમન-જ્યાં જ્યાં ગુલો, ત્યાં ત્યાં નિશાની આપની! (૧)
કહીન
૧૧૭૭ (રાગ : કાફી) હરિના દાસ કહાવે, ઉપમાં કોટિક આશ. ધ્રુવ નામ વહેંચે પ્રગટ હરિનું, ભક્તિ તણો આભાસ. હરિના લોભ, મોહ, માયા ના છૂટે, પ્રગટે પાપ પ્રકાશ, હરિના પૈસા આપી પુણ્ય ખરીદે, રીઝે શું અવિનાશ ? હરિના ભેદ અને ભિન્નત્વ ભર્યું તો, શાનો ભક્તિ વિલાસ ? હરિના ‘કહાન' તજી સહુ દંભ ઉપાધિ, રાખ અચળ વિશ્વાસ. હરિના
ભક્તિથી મુક્તિ મળે, ફળે, જોગ જપ ધ્યાન; ભક્તિ નહિ જે ભવનમાં, તે જેવું સમશાન. ૭૨૦
ભજ રે મના
ધન આપે વૈરાગીને, ગૃહી તે નરકે જાય; ખરચે ઈન્દ્રિયકારણે, માટે પાપી થાય.
ભજ રે મના