Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ખાધેલાં છે. આ બધા પ્રકારની વિચારધારાનું મુખ્ય કારણ પદાર્થોમાં તેની અતિશય શ્રદ્ધતા જ છે. કારણ કે આથી તેને જે જે વિષયમાં રાગ થાય છે તેથી તે ઈષ્ટ પ્રતીત થાય છે. અનિષ્ટ પ્રાપ્ત થવાથી અથવા ઈચ્છિત પદાર્થ ન મળવાથી તેના આત્મામાં તેથી દ્વેષની ભાવના જાગ્રત થાય છે. આ પ્રકાર આવા રાગાદિકના કારણભૂત માતા-પિતા સ્ત્રી આદિક પદાર્થોમાં ગૃદ્ધ બનીને જ્યાં સુધી આ જીવલેક જીવે છે ત્યાં સુધી પ્રમત્તદશાયુક્ત રહે છે. “આ પદાર્થ મારે છે, હું તેને છું.” આવા પ્રકારની કલ્પનાથી રાત દિવસ રાગાદિક ભાવથી લિપ્ત બનીને અજ્ઞાનથી આચ્છાદિત જ્ઞાનવાળા હોઈ તેવા પદાર્થોમાં આસક્ત હોય છે. મમકાર એ જીને. એક પ્રબળ શત્રુ છે. બકરાની માફક “મમ” આ પ્રકારના શબ્દ બેલતાં બોલતાં આ જીવ અંતમાં કસાઈ તુલ્ય ભયંકર કાળદ્વારા ગ્રસિત બને છે. મમકારને પ્રબળ શત્રની ઉપમા તે માટે આપી છે કે જેમ પોતાના બલિષ્ઠ શત્રુ સમક્ષ જીવ વિવેકશૂન્ય બની બાવળ (ગાંડે) બને છે, ઠીક તે પ્રકાર આ મમકારની સમક્ષ પણ જીવ પિતાના હિતાહિતના ભાનથી રહિત થઈ ઉન્મત્ત જેવું બને છે. તે વખતે તેને એ પણ ધ્યાન નથી હોતું કે મારું સ્વરૂપ શું છે અને આ પરપદાર્થોનું સ્વરૂપ શું છે? કસાઈને બકરે જેમ “મેં-” કરતે કસાઈદ્વારા અંતમાં મેતને તાબે થાય છે તે પ્રકારે “મેં-મેંકરવાવાળા આ જીવ પણ અંતમાં એક દિવસ આ દુષ્ટ ભયંકર કાળદ્વારા કરે છે. કહ્યું પણ છે –
अशनं मे वसनं मे, जाया मे बन्धुवर्गो मे । ફતિ “-”— M, ઢઘુ / I पुत्रा मे भ्राता मे, स्वजना मे गृहकलत्रवर्गों मे । ત્તિ --”-૩, શુક્રવ નૃત્ય હૃતિ ૨ पुत्रकलत्रपरिग्रहममत्वदोषैर्नरो व्रजति नाशम् ।
कृभिक इव कोशकारः, परिग्रहाद् दुःखमाप्नोति ॥ ३ ॥ इति ॥ આને અર્થ ઉપર આવેલ છે,
પાંચ ઈન્દ્રિયેના શબ્દાદિક વિષયમાં ગુંથાયેલે પુરૂષ માતા-પિતા આદિને સુખી કરવાના હેતુથી ધન કમાવામાં જ હમેશા દુઃખને અનુભવ કરે છે. અને રાત દિવસ વ્યાકુળ બની તેને સંગ્રહની ચિંતામાં અહીં-તહીં ઘૂમ્યા કરે છે, અને શારીરિક માનસિક અને કાયિક અનેક કષ્ટોને સામને કરે છે.
સ કં =” આ ઠેકાણે “” શબ્દથી પક્ષ, માસ, ઋતુ, વર્ષ આદિનું ગ્રહણ થાય છે. વિચારતે રહે છે કે ક્યારે એ વખત મળે જ્યારે હું બહાર જાઉં અને કયવિક્રયની વસ્તુઓને ખરીદી વેચી તેનાથી ખૂબ લાભ ઉઠાવું. એવી
ક્યાં જગ્યા છે જ્યાં અમુક વસ્તુઓ સસ્તી મળતી હોય તથા એવી કયાં જગ્યા છે જ્યાં આ વસ્તુઓ અધિક ખપત હોવાથી તેજીથી વેચાઈ જાય. આ વખતે કઈ ચીજ ખરીદવાથી ફાયદો થશે, તથા કઈ વસ્તુને સંગ્રહ કરવાથી ભવિષ્યમાં અધિક લાભ થશે, ઈત્યાદિ વાતની તેના હૃદયમાં સદા ઉથલપાથલ મચી રહે છે. એટલે સુધી કે સુવા વખતે તથા સુતા સુતાં તેને આ વિષયનાં સ્વપ્નાં આવે છે અને કઈ વખતે તે આવા વિચારોથી બબડવા પણ લાગે છે. તેને નિદ્રા પણ ઠીક
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૫