Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પણ બંધ થઈ જાત. માટે જ્યારે જીવન ક્ષણભંગુર છે તે તે દ્વારા સંયમની જેટલી પણ આરાધના થઈ શકે તેટલી શુદ્ધ મન-વચન-કાયાથી કરી લેવી જોઈએ. તેમાં જ બુદ્ધિમાની છે. શુદ્ધ આરાધિત છેડે પણ સંયમ અનંત કર્મોની નિર્જરાનું કારણ મનાય છે. જે પ્રકારે સંતસ લેઢાને ગળે ચારે બાજુથી પાણીને ખેંચે છે, તે પ્રકારે અસંયમ જીવન પણ વિષય કષા દ્વારા ચારે તરફથી કામણ વર્ગણાઓને ખેંચીને તેને કર્મરૂપ પરિણમન કરી તેનાથી લિપ્ત થઈ જાય છે. અસંયમી કામણ વર્ગણાઓને ખેંચી તેને કમરૂપ શા માટે પરિણુમાવે છે? તેને ઉત્તર આપતા સૂત્રકાર કહે છે-“નીરવ કુદરે જમત્તા સદંતા' ઈત્યાદિ.
નિરંતર આયુષ્ય વ્યતીત થઈ રહ્યું છે, અંજળીમાં રાખેલા પાણી માફક ક્ષણ ક્ષણમાં આયુકર્મની સ્થિતિ ઘટી રહી છે તે પણ પ્રાણી અસંયમ જીવનવાળા જ બની રહે છે. વિષય અને કષાયમાં જ લવલીન થઈ રહે છે. રાતદિન વિકથા અને કષાય અને પાંચ ઈન્દ્રિયેના વિષય સેવન કરવામાં જ મચ્યા રહે છે. પ્રમાદી વ્યક્તિ સકષાય ગવાલા થાય છે. સકષાય ગવાલા હોવાથી જ તેની પ્રવૃત્તિ ષડજીવનિકાયનું ઉપમર્દન કરવામાં જ બની રહે છે. તેને આ વાતને જરા પણ વિચાર આવતું નથી કે– મારી આ પ્રવૃત્તિથી ત્રસ અને સ્થાવર જીવને ઘાત થઈ રહ્યો છે. અનેક અનર્થ કારી પાપમય કિયાઓને કરતાં જરા પણ થડકતો નથી. માટે તે પ્રમાદી વ્યક્તિ શબ્દાદિ વિષયોમાં ગૃદ્ધ બનીને આ ત્રણ સ્થાવર જીવેને ઘાત કરવાવાળે અને છે, જ્યાં અયતનાપૂર્વક પ્રવૃત્તિ છે ત્યાં પ્રમત્ત યોગ હેવાથી હિંસા થયા કરે છે, માટે પ્રમાદી વ્યક્તિ “દંતા' કહેવાય છે. જે રાતદિવસ પિતાની પ્રવૃત્તિને કુત્સિત કરવાવાળી ક્રિયાઓના સેવનમાં લગાડતે રહે છે. તે એક પ્રકારે એક તરફથી એ વિવેકશૂન્ય થઈ જાય છે કે તેને તે કામથી જરા પણ ઘણા અગર સંકોચ થત નથી. દયા જેવી વસ્તુ તેના હદયમાં દેખવામાં આવતી નથી. જે પ્રકારે ઠક ઠક શબ્દ થવા છતાં પણ કંસારાની જગ્યા પાસેનું કબુતર નિર્ભય બની પિતાના
સ્થાન પર જ બેસી જ રહે છે. અર્થાત તે જગ્યા ઉપર બેસવામાં તેને જરા પણ સંકોચ થતું નથી, તે પ્રકારે જે વારંવાર હિંસા, જુઠ, આદિ પાંચ આશ્રનું સેવન કરવામાં તત્પર રહે છે તે એટલા દયારહિત અને તે કાર્ય કરવામાં વિવે. કશુન્ય બની જાય છે કે તેવા કામે કરવામાં તે જરા પણ લાજ મર્યાદા રાખતે નથી, અગર તેવા કામ કર્યા વિના તેને ચેન પડતું નથી. કદાચ તે બહારમાં તેવા પ્રકારની પ્રવૃત્તિ ન કરે તે પણ માનસિક પ્રવૃત્તિ તેની સુતાં ઉઠતાં બેસતાં
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૬૫