Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મુત્ત-પુરીલ-નિìકે, શિળનળે ય મોયળે વધુલો ।
॥ २ ॥
धंसण घोलण पीलण आउस्स उवक्कमा एए અથ પહેલાં આવેલ છે.
માટે સમરહિત જીવાની દીર્ઘકાલિક આયુ પણ અલ્પ જેવી જ છે, તેમા પણ હજારો વિઘ્ના આવે છે. વિચારીએ તે! આ પાંચમાં કાળમાં વધારેમાં વધારે સો વર્ષની આયુ છે. આ સો વર્ષની આયુના હિસાબ કરીએ તો માલુમ પડશે કે અડધી આયુ તો સુવામાં જ જાય છે ખાડીની જો અડધી આયુ છે તેમાં ખાલઅવસ્થા અને વૃદ્ધાવસ્થાના સમાવેશ છે. આ અવસ્થામાં જીવ કોઈ પણ પ્રકારે ધર્માદિક શુભ કાર્યોનું આચરણ કરી શકતા નથી. અનેક પ્રકારના રાગ-શેક અને વિયેાગાજિન્ય દુઃખ તેના અવશિષ્ટ જીવનને સદા ત્રસ્ત કરતા રહે છે. યૌવન અવસ્થામાં સ્ત્રીના પ્રેમ તેને આરામ લેવા દેતા નથી, આ ઉપર છંદ છેઃ
" बालपनमें ज्ञान न लह्यो, तरुण समय तरुणीरत रह्यो । अर्धमृतकसम बूढापनो, कैसे रूप लखे अपनो ॥ १ ॥
આવી હાલત છે આ જીવની. હવે કહો તેને સુખ કેવી રીતે પ્રાપ્ત થાય ? આટલી ઘેાડી આયુ હોવા છતાં તે અનેક પ્રકારની શિર પર ઘૂમવાવાળી આપત્તિ વિપત્તિઓના પણ જરા ખ્યાલ ન કરતાં રાત-દ્વિન પર પદ્યાર્થીને અપનાવવામાં જ મચ્યા રહે છે, અને પોતાના કર્તવ્યના જરા પણ ખ્યાલ કરતા નથી. અંતમાં આયુની સમાપ્તિ થવાથી મૃત્યુશય્યા પર વિલાપ કરે છે. આ જીવને કોઈ પણ રક્ષક થશે નહિ. આ બધા કુટુંબીજનો માટે પોતાના લાહીનું પાણી કરતા હતા તેનાથી જુદા થઈ જશે અને તેને ફાગણ માસની હોળી માફક ચિંતામાં સળગાવી દેશે. આ પ્રકારે આયુની અલ્પતાને દેખીને પણ ચેતતા નથી, એજ એક, જીવની મૂર્ખતા છે. જેનાથી જુદું થવાનું છે તેવાઓના માટે રાત-દ્ઘિન પરિશ્રમ ઉઠાવે છે. આ તેની અજ્ઞાનતા ઉપર જ્ઞાનીને મોટું આશ્ચર્ય થાય છે. અહી સુધીગળું રતુ આરું મેનેત્તિ મળવાળું ” આ વાકયનો અર્થ થયા છે, દંડ કશા આદિ રૂપ ઉપક્રમના અભાવથી કદાચ આયુની પૂર્ણતા પણુ જીવની પુરી થઈ તે આ જીવ વૃદ્ધાવસ્થામાં મરાન્તિક કષ્ટોને ભોગવે છે આ વાત આગળના વાકચોથી સ્પષ્ટ છે.
66
જ્યારે તે વૃદ્ધાવસ્થાસ પન્ન થાય છે ત્યારે તેનું શ્રોત્રેન્દ્રિયજ્ઞાન બિલકુલ અલ્પ થઈ જાય છે અર્થાત્ જે પ્રકારે તેની શ્રોત્રેન્દ્રિય તરૂણાવસ્થામાં કામ દેતી હતી તે પ્રકારે વૃદ્ધાવસ્થામાં દેતી નથી. આ સમયે દરેક ઇંન્દ્રિય શિથિલ થઈ જાય છે ત્યારે એક જ ચીજ તેની તરૂણા રહે છે, તે ફક્ત તૃષ્ણા. “સુષ્મા એ તળાવને । ’ शृणोति भाषावर्गणा परिणतपुद्गलान् इति श्रोत्रम् । ભાષાવણાના રૂપમાં પિરણત પુદ્ગલાને જે સુણે છે ( સાંભળે છે) તેનુ નામ શ્રોત છે. તે શ્રોત્ર દ્રવ્ય અને ભાવથી એ પ્રકારે છે. જેના આકાર કદપુષ્પ સમાન છે, તે દ્રવ્ય શ્રોત્ર છે, જે દ્વારા ભાષાવણાના રૂપમાં
♦
39
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૪૨