Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કર્તવ્ય છે કે તે એક ક્ષણ પણ પ્રમાદ ન કરે. આ વાતની પુષ્ટિ કરવા સૂત્રકાર કહે છે કે—
વ દિશ” રૂારિ, યૌવન અવસ્થામાં પુત્ર-મિત્રાદિકમાં આસક્ત બનીને આ પ્રાણી સાવદ્ય વ્યાપારમાં લવલીન રહે છે અને જ્યારે વૃદ્ધાવસ્થા. આવે છે ત્યારે તે એ બધા કાર્યોને કરવામાં અશક્ત બની જાય છે, એવો વિચાર કરી સંયમ પાલન કરવા માટે ઉઘુક્ત થઈને સંયમ મુનિ સંયમનું પાલન કરવાને આ અવસરને સારી રીતે વિચાર કરી એક ક્ષણને પણ પ્રમાદ ન કરે, કારણ કે આયુષ્ય અને યૌવન બનને વીતી જાય છે. - સૂત્રમાં “ વ” આ શબ્દ પૂર્વોક્ત કથનની પુષ્ટિ કરે છે. અર્થાત જ્યારે આ વાત પ્રમાણભૂત બની ચૂકી છે કે યૌવન અવસ્થામાં પુત્ર મિત્ર કલત્રાદિકોમાં આસક્ત બનેલ પ્રાણુ સાવદ્ય વ્યાપાર કરવામાં લવલીન થાય છે. પરંતુ તે પ્રાણું જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે આ બધા કાર્યો કરવામાં પોતાને સર્વથા અસ
મનુષ્ય કી વૃદ્ધાવસ્થામેં જો દુર્દશા હોતી હૈ ઉસે વિચાર કરી
સંયમપાલન મેં મુહૂર્તમાત્ર ભી પ્રમાદ ન કરે .
મર્થ માને છે. જ્યારે આવી હાલત છે તો તે આ પ્રકારની પરિસ્થિતિને દૂર કરવા માટે સર્વોત્તમ પ્રયત્ન કરે કે સંયમમાં પોતાને લગાવી દે, કારણ કે સંયમનું અનુષ્ઠાન કરવું તે જ આ રોગને ઉપાય છે. તેનું પાલન–સેવન કર્યા વગર આ ભવભવને રેગ મટતું નથી. સંયમારાધન, મનુષ્યગતિ સિવાય અન્ય કઈ ગતિમાં થઈ શકતું નથી. તેથી સૂત્રકાર પ્રગટ કરે છે કે આ સંયમરૂપી
ઓષધિનું પાન તે કરી શકે છે જે ધીરે છે અને પરીષહ ઉપસર્ગ આવવા છતાં પણ જે પિતાના કર્તવ્યથી દૂર થતાં નથી. તેનું નામ સિદ્ધાંતની પરિભાષામાં ધીર છે. આ વાતની પુષ્ટિ—“અવિધા ” આ પદથી તથા “પ ” આ પદથી સૂત્રકારે કરેલ છે. અહાવિહાર શબ્દને અર્થ સંયમ છે, કારણ કે તેમાં વિચરણ કરવાવાળાં પ્રાણ દેહમાં મમત્વબુદ્ધિ રાખવાવાળાઓને માટે આશ્ચર્ય પેદા કરવાવાળા હોય છે. તેની અનેક પ્રકારની તપશ્ચર્યા અને કાયક્લેશાદિક બાહ્ય તપને દેખીને સંસારી બહિરાત્મા જીવ આશ્ચર્યચક્તિ થાય છે. તે વિચારે છે–ધન્ય છે
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૫૬