Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
યુક્ત પ્રાણી જે દ્વારા કરવામાં આવે છે, એવા દુઃખને ઉત્પન્ન કરનાર કાર્યોનું નામ નિકરણ છે. એવા કાર્યોથી જીવ સદા દુઃખોની પરંપરાને જ અનુભવ કરે છે. એવું કાર્ય સંયમી મુનિએ સદા છોડી દેવું જોઈએ. આવા પ્રકારના કાર્યના પરિત્યાગથી આઠ કર્મોની ઉપશાન્તિ–ઉપશમ અથવા તેને ક્ષય થાય છે. આ પ્રકારે આ જગ્યાએ જે સંયમી મુનિ માટે સમારંભનિવૃત્તિરૂપ જ્ઞ-પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન-પરિજ્ઞા કહેલ છે તેનું કારણ એ છે કે સંયમી મુનિ પિતાની પ્રવૃત્તિને પ્રમાદથી સદા સુરક્ષિત રાખે. પ્રમાદ કરવાથી નવીન કર્મોને બંધ અને તેનાથી પછી પ્રમાદ એ પ્રકારની પરસ્પરમાં કાર્યકારણ–ભાવની પરંપરા ચાલે છે. જેનાથી સંચમી પોતાના લક્ષની સિદ્ધિથી વંચિત રહે છે. માટે તે પોતાના લક્ષની સિદ્ધિ કરવા માટે ગ્રહણ કરેલા સંયમ-માર્ગની તરફ ઉત્તરોત્તર વૃદ્ધિ કરીને અગ્રેસર થતા રહે, એવી વિચારણાથી સુધર્મા સ્વામી કહે છે કે આ જે સરંભનિવૃત્તિરૂપ પરિણાનું કથન મેં કર્યું છે તેનાથી સંયમી મુનિ પિતાના અષ્ટવિધ કર્મોનું નિરાકરણ કરી પોતાના લક્ષની સિદ્ધિ કરી લે છે તે સૂઇ ૨ છે
તૃતીય સૂત્રકા અવતરણ ઔર તૃતીય સૂત્રા
શારીરિક અને માનસિક દુઃખોની ઉત્પત્તિનું કારણ એક મમત્વ-બુદ્ધિ જ છે. તેને જ્યાં સુધી પરિવાર નહિ કરવામાં આવે ત્યાં સુધી વાસ્તવિક મુનિપણું આવી શકતું નથી. માટે મુનિ હોવાથી તેની નિવૃત્તિ આવશ્યક છે. એ વાતને દેખાડીને સૂત્રકાર કહે છે-“જે મારામë ઈત્યાદિ.
મમત્વબુદ્ધિ સે રહિત હો મનુષ્ય રત્નત્રયુક્ત અનગાર હોતે હૈ.
જે એમ સમજે છે કે “પરિગ્રહ સંગ્રહ મહા દુઃખદાયી છે, તથા તેનું ફળ પણ કટુ જ છે” તે કઈ વખત પણ પરિગ્રહને ઉપાર્જન કરવામાં ફસતા નથી, તથા જે આ વાતને ભલીભાંતિથી જાણે છે કે “પરિગ્રહમાત્ર દુઃખપ્રદ અને પરિણામમાં અનેક અનર્થોનું મૂળ છે. તે તો તે પરિગ્રહની અભિલાષા સુદ્ધાં કરતા નથી, ભલે તે દ્રવ્યથી પુત્ર, કલત્ર, હિરણ્ય, સુવર્ણ, ઐશ્વર્યાદિરૂપ પરિગ્રહ
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૭ ૨