Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શબ્દાદિકામગુણમોહિત પ્રણી વૃદ્ધાવસ્થામેં મૂઢતાકો પ્રાપ્ત
કરતા હૈ – ઇસકા વર્ણના
આ સંસારમાં કેટલાક મનુષ્યની આયુ ઓછી છે. પૂર્ણ આયુને ભેગવતે છતાં પણ જ્યારે તે પ્રાણી વૃદ્ધાવસ્થાસંપન્ન થાય છે ત્યારે તેની શ્રોત્ર ઈન્દ્રિય પિતાને વિષય ગ્રહણ કરવામાં અસમર્થ બને છે. ચક્ષુઈન્દ્રિય, પ દેખવામાં ક્ષીણુશક્તિવાળી થાય છે. પ્રાણુઈન્દ્રિય સુગંધ દુર્ગધને બેધ કરવામાં વિમુખ થઈ જાય છે. રસના–ઇન્દ્રિય પાંચ પ્રકારના રસાસ્વાદન રૂપ પિતાના કાર્યથી શિથિલ બની જાય છે અને સ્પર્શન-ઈન્દ્રિય પણ આઠ પ્રકારના સ્પર્શ બતાવવામાં અક્ષમ થાય છે. આ પ્રકારે પ્રત્યેક ઈન્દ્રિય જ્યારે આ અવસ્થામાં પોત-પોતાના કાર્યથી વિમુખ થાય છે ત્યારે આ પ્રાણુ આ અવસ્થામાં કર્તવ્યાકર્તવ્યના જ્ઞાનથી શૂન્ય થાય છે.
ટકાથ–સૂત્રમાં “સર્જરઆ ઠેકાણે જે “” શબ્દ છે તેનાથી દીર્ઘ આયુનું ગ્રહણ થાય છે “સુ” શબ્દ અવધારણ-નિશ્ચય–અર્થમાં આવ્યા છે. પૂર્વકૃત કમ ભેગવવાને જે જીવને પ્રાપ્ત થાય છે તે આયુ છે, અથવા જે દ્વારા જીવ એક ગતિથી બીજી ગતિમાં જાય છે તે આયુ છે, અથવા પિતાના દ્વારા કરેલા કર્માનુસાર પ્રાપ્ત નરકાદિ ગતિમાં રહેવાવાળા જીવને જે પિતાની સ્થિતિ સુધી બીજી ગતિમાં ન જવાદે તે આયુ છે, અથવા અંજલિમાં રહેલાં પાણીની માફક જે પ્રતિક્ષણ ઘટતું જાય છે તે આયુ છે. આવી તમામ વ્યુત્પત્તિ દ્વારા એ નિષ્કર્ષ નિકળે છે કે જે કર્મ પુદગલપુંજ આ જીવને પ્રાપ્ત થએલા ભવમાં રોકી રાખે તે આયુ છે, કારણકે સુખ-દુઃખના આધારભૂત અને દેહમાં રહેનાર જીવને આયુ જ તે તે ગતિમાં પિતાના ઉદયપર્યત રોકી રાખે છે, આયુકર્મ જીવને ચારે ગતિમાં દુઃખ અને વૈષયિક સુખ નથી આપતું પણ જે જીવ જે ગતિની આયુને બાંધીને તે પર્યાયને ભેગા કરે છે. સુખ દુઃખના આધારભૂત તે જીવને તે ગતિમાં વિવક્ષિત પર્યાયમાં રોકી રાખે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૯