Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વૃદ્ધાવસ્થા મેં ઉસ મનુષ્ય કી જો દશા હોતી હૈ–ઉસકા વર્ણન ।
વૃદ્ધાવસ્થામાં આ જીવની કેવી દશા થઈ જાય છે તેના માટે કહે છે:“ નૈતૢિ વા ધિ ” ઈત્યાદિ.
לי
મૂલા :-જેની સાથે તે રહે છે તે આત્મીયજન પણ વૃદ્ધાવસ્થામાં અથવા રોગાદિક સમયમાં તેના તિરસ્કાર કરવા લાગી જાય છે. તે પણ તે આત્મીયજનાની તેવી હાલતમાં નિંદા કરવા લાગી જાય છે. માટે હે આત્મન્ ! તે પરિ ચિત બંધુ તારી રક્ષા કરવા માટે, તને શરણ દેવામાં સમર્થ નથી, અને તું પણ પોતાના પિર ચિત બંધુઓની રક્ષા કરવામાં તેમજ શરણુ દેવામાં સમર્થ નથી. તે અવસ્થામાં તે વૃદ્ધ હાસ્યને યોગ્ય હોતો નથી, તેમજ કીડાને લાયક પણ રહેતા નથી, અને રિતમાં પણ સમર્થ થતા નથી, તેમ જ વિભૂષાને લાયક પણ રહેતા નથી.
(6
ચાં લાધે સંવતિ ’” આ ઠેકાણે જે વા શબ્દ છે તે અર્થાન્તરનુ' સૂચક છે તેથી એ વાત પ્રગટ થાય છે કે-એ જેની સાથે નહિ રહેતા તે કદાચ તેના તિરસ્કાર અગર તેની નિંદા કરે તે કોઈ અચરજની વાત નથી, પરંતુ આશ્ચર્ય તે એ વાતનુ છે કે ચિરપાલિત જે પુત્ર ભાઈ અને સ્ત્રી સાથે તે ઘણા અનુરાગથી રહે છે અને જેને તેણે પોતાની જુવાન અવસ્થાને સમયે સર્વ પ્રકારથી ધનાહિક કમાઈ ને આદરથી રક્ષણ કર્યું છે. એવા તે આત્મીય જન પણ પોતાના આવા ઉપકારી માણસના આ વૃદ્ધાવસ્થામાં અથવા રોગા-ક્રાન્ત થવાથી તેને તિરસ્કાર કરવા લાગી જાય છે. તે તેના પ્રતિ એવા પ્રકારથી વ્યવહાર કરે છે કે જાણે પોતાના શત્રુની સાથે વ્યવહાર કરતા હોય. નાકર-ચાકર પણ તેની કોઇ વાત સાંભળતા નથી, અથવા સાંભળે તે તેની વાતના કેાઈ મહત્વ સમજતા નથી. ઘરવાળા આ સમયમાં એ કહે છે કે-એની આ અવસ્થાએ બુદ્ધિ મારી ગઈ છે. “સાઠ વર્ષે મનુષ્યની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે.” આ વાત સત્ય છે, જેને ખેલવાના પણ ઢંગ નથી, રાત-દિવસ ખડ–ખડ કર્યા કરે છે. દરેકથી જેમ-તેમ ખરાખ ખરાબ શબ્દો મેલી નાંખે છે. શું કરવું એને માત પણ આવતી નથી. એને હજાર વાર કહ્યું કે ઝાઝું ખાલા નિહ, ચુપ રહ્યા કરો, પરંતુ એ માનતા જ નથી, રાત-દિન આ ઠેકાણે અડ્ડો લગાવી બેસી જ રહે છે, એનાથી
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૫૦