Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હે ભદન્ત ! જીવ સેપકેમ આયુવાળા હોય છે કે નિરૂપકમ આયુવાળાં? હે ગૌતમ! જીવ અને પ્રકારની આયુવાળા થાય છે. સેપકમ આયુવાળાં પણ થાય છે અને નિરૂપકમ આયુવાળાં પણ થાય છે.
જીવને જેટલે પિતાના ભવની આયુને બંધ થયે છે તેટલાને ઉદયાનુસાર ભેગા થયા વગર કેઈ નિમિત્તથી પહેલાં જ ક્ષય હોવાનું નામ સોપકમ આયુ છે, તેનાથી વિપરીત નિરૂપકમ આયુ છે. જે વખતે જીવ પિતાની આયુના તૃતીય ભાગમાં અથવા તૃતીય ભાગના પણ તૃતીય ભાગમાં ઓછામાં ઓછા એક અગર બે આકર્ષોથી વધારેમાં વધારે સાત અગર આઠ આકર્ષોથી અથવા અન્ત સમયના અહૂર્ત પ્રમાણુ કાળમાં પિતાના આત્માના પ્રદેશની નાડિની અંદર રહેલાં આયુકર્મની વર્ગણના પુદ્ગલસ્કન્ધને પ્રયત્નવિશેષથી આયુપણે પરિણમે છે, તે સમય નિરૂપકમ આયને બંધ કરે છે. તેનાથી વિપરીત સેપકમ આયુ બાંધે છે. આ પ્રકારના પ્રયત્નથી કર્મપુદ્ગલેનું ગ્રહણ કરવું આકર્ષ છે.
આ જીવ કેવી રીતે એક આકર્ષથી અથવા બે આકર્ષોથી તેમજ ત્રણ અથવા સાત આઠ આકર્ષોથી આયુ બાંધે છે?
જે વખતે જીવ આયુ બાંધવાના તીવ્ર અધ્યવસાયથી જાતિનામનિધત્ત આયુને બંધ કરે છે, તે વખતે એક આકર્ષથી જ તેને બંધ કરે છે, મંદ અધ્યવસાયથી બે આકર્ષોથી, મન્દતર અધ્યવસાયથી ત્રણ આકર્ષોથી, મન્દતમ અધ્યવસાયથી પાંચ, છ, સાત અને વધારેમાં વધારે આઠ આકર્ષોથી જાતિનામનિધત્ત આયુને બંધ કરે છે. આવી રીતે ગતિ-સ્થિતિ–અવગાહના–પ્રદેશ–અનુભાવ–નામનિધત્ત આયુઓને પણ એ જીવ બંધ કરે છે. આયુબંધની સાથે અન્ય જાતિ ગતિ આનુપૂર્વી આદિને નિયમથી જે બંધ થાય છે તેનું નામ નિધત્ત છે. કહ્યું છે કે –
"जीवा णं भंते ! जाइनामनिधत्ताउयं कतिहिं आरिसेहिं पकरति ? गोयमा ! जहन्नेणं दोहि वा तिहिं वा उक्कोसेणं अट्ठहिं।" इति।
આ સૂત્રને અર્થ પૂર્વોક્ત રૂપથી જ છે.
સોપકમ આયુ તે છે જેના ઉપકમના કારણભૂત દંડ, ચાબુક, શસ્ત્ર, રજજુ, અગ્નિ, જળ, વિષ, સર્પ, શીત, ઉષ્ણ, અરતિ, ભય, ક્ષુધા, તૃષા, વ્યાધિ, મૂત્રપુરીષ,-લઘુનીત-બડીનીત ને નિષેધ, અતિભેજન, અજીર્ણ ભેજન, દેરી આદિ બાંધીને ઘસડવું, શ્વાસને નિધિ અને યંત્ર આદિથી પડવું, આદીથી અકાબમાં જ અંત થાય. કહ્યું છે – “સંહ-વાર-સરગ-, સf a vai રિહં વહ્યાા
सी-उण्हं अरइ भयं, खुहा पिवासा य वाही य ॥१॥
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૪૧