Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઇન્દ્રિય પાતાની સાથે પોતાના વિષયના સંયોગ થયા વિના દૂરથી જ પોતાના રૂપ વિષયના પ્રકાશક છે.
શંકા-ઇન્દ્રિયાનેજ પોત-પોતાના વિષયરૂપ જ્ઞેયના નિર્ણય કરનાર માનવી જોઇએ એથી અતિરિક્ત આત્માને માનવાની શું આવશ્યકતા છે ?
ઉત્તર—આમ કહેવું વ્યાજખી નથી. કારણકે જયારે ઇન્દ્રિયા નષ્ટ થાય છે ત્યારે તેના દ્વારા પૂર્વાનુભૂત પદાર્થનું સ્મરણ થાય છે. કદાચ ઇન્દ્રિયાનેજ પદાર્થની જ્ઞાતા માનવામાં આવે તો પછી જે તેના વિનાશ પછી અનુભૂત પદાર્થની સ્મૃતિ થાય છે તે થવી જોઇએ નહિ. માટે અન્યથાનુપપત્તિ ( જેના નહિ હાવાથી નથી થતું ) રૂપ અનુમાનથી ઇન્દ્રિયોથી અતિરિક્ત આત્માના અસ્તિત્વની સિદ્ધિ થાય છે. શંકા-કદાચ ઇન્દ્રિયાથી ભિન્ન આત્માના અસ્તિત્વની સ્વીકૃતિ માનવામાં આવે તો પછી “ ચક્ષુષના રસ્તે, શ્રોત્રેળ થયને ' ઈત્યાદિ જે વ્યવહાર થાય છે તે થવા જોઇએ નહિ.
*
39
ઉત્તર—શંકા ઠીક છે, પરંતુ વિચારવાથી આપમેળેજ તે શકાનું સમાધાન થાય છે કારણકે ઇન્દ્રિયા આત્માને જ્ઞાનની ઉત્પત્તિમાં પ્રકૃષ્ટ સાધકો છે. આ કારણે ત્યાં “ ચક્ષુષા દચત્તે, શ્રોત્રેન જીતે ” ઇત્યાદ્ઘિકરણત્વ રૂપ કારકપણે ત્રીજી વિભક્તિના પ્રયોગ થાય છે, માટે જ્યારે આત્માને વિજ્ઞાનની ઉત્પત્તિમાં પ્રકૃષ્ટ ઉપકારક છે તેથી જ મે' આ શ્રોત્ર ઇન્દ્રિયથી મન્દ શબ્દ સાંભળ્યેા અને
આ શ્રોત્ર ઇન્દ્રિયથી મન્દતર શબ્દ સાંભળ્યેા ઇત્યાદિ પ્રયોગ ઠીક બેસે છે. શંકા-આત્માના વિજ્ઞાન રૂપ કાર્યની ઉત્પત્તિમાં અત્યન્ત સાધિકા હેાવાથી સ્પ
નાદિકાને કદાચ આપ ઇન્દ્રિય રૂપે સ્વીકાર કરો છો તો પછી વાક્ પાણિ, પાદ, પાયુ ( ગુઢ્ઢા ) અને જનનેન્દ્રિય આ સઘળાંને ઇન્દ્રિય રૂપે આપે સ્વીકારવાં જોઈ એ કારણ કે આ બધા આત્માને પોત-પોતાનાં અનુરૂપ કાથી પ્રકૃષ્ટ સાધક થાય છે માટે સાંખ્ય સિદ્ધાંતમાં તેને ઇન્દ્રિય રૂપે સ્વીકાર્યો છે તેા પછી આપે ઇન્દ્રિય રૂપે આ ઠેકાણે કેમ સ્વીકાર ન કર્યો ?
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૪ ૬