Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
યદ્યપિ પુદ્ગલપરિણામાત્મક છે તો પણ તેને જે ઇન્દ્રિય શબ્દથી વ્યવહાર કરેલ છે. તેનું કારણ એ છે કે તે આત્માને પદાર્થજ્ઞાનમાં સહાયક છે, કારણકે દ્રવ્ય ઈન્દ્રિય વિના આત્માને પદાર્થ જ્ઞાન થતું નથી, એજ કારણ છે કે વિગ્રહગતિમાં ભાવેન્દ્રિય થવાથી પણ દ્રવ્યેન્દ્રિય ના અભાવમાં જીવને બાહ્ય પદાર્થજ્ઞાન થતું નથી. દ્રવ્યન્દ્રિય યદ્યપિ. આત્માને પદાર્થજ્ઞાન કરાવવામાં સહાયક છે, તે પણ તે ભાવેન્દ્રિયના સહગ વિના પદાર્થોધમાં આત્માને સહાયક થઈ શકતું નથી.
આત્મપરિણતિરૂપ ભાવેન્દ્રિય પણ લબ્ધિ અને ઉપગના ભેદથી બે પ્રકારે છે. તે તે ઈન્દ્રિયેના આવરણ કરનાર કર્મોના જે પશમ છે તેનું નામ લબ્ધિ છે. ઈન્દ્રિયના પિત–પિતાના વિષયને જાણવા રૂપ જે વ્યાપાર છે તેનું નામ ઉપયોગ છે.
આત્મામાં લબ્ધિ-જાણવાની યોગ્યતા–હેવા છતાં તેને નિવૃત્તિ, ઉપકરણ, અને ઉપયોગની અપેક્ષા રહે છે, લબ્ધિના હેવા છતાં પણ તેના વિના આત્માને પદાર્થ બંધ થતું નથી, એ પ્રકારે નિવૃત્તિ થવા છતાં પણ તેને ઉપકરણ અને ઉપયોગની અપેક્ષા રહે છે, અને ઉપકરણના સદ્ભાવમાં ઉપગની રહે છે.
શ્રોત્ર ઈન્દ્રિય બાર એજનથી આવેલા શબ્દને ગ્રહણ કરે છે. ચક્ષુઇન્દ્રિય કાંઈક અધિક એકવીસ લાખ જનથી રૂપ જાણે છે. બાકીની ત્રણ ઇંદ્રિયે નવા
જનથી આવેલા પિત–પિતાનાં વિષયને ગ્રહણ કરી શકે છે. આ ઉત્કૃષ્ટની અપેક્ષા ઇન્દ્રિયને વિષય બતાવ્યો છે. જઘન્યની અપેક્ષા ચક્ષુઈન્દ્રિય અંગુળના સંખ્યામાં ભાગમાં સ્થિત રૂપને ગ્રહણ કરે છે. બાકીની ચાર ઈન્દ્રિયે અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ દેશમાં રહેલાં પિત–પિતાનાં વિષયને જાણે છે.
સ્પર્શન, રસન, વ્રણ અને શ્રોત્ર, આ ચાર ઈન્દ્રિય પત–પિતાનાં પૌલિક વિષયને સ્પર્શ કરી જાણે છે માટે એ પ્રાપ્યકારી છે. ચક્ષુઈન્દ્રિય પિતાના વિષયને સ્પર્શ કર્યા વિના જાણી લે છે માટે તે અપ્રાપ્યકારી છે, અર્થાત્ આ
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૪૫