Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઇન્દ્રિયા પોત-પોતાના વિષયને ગ્રહણ કરવાના બોધથી વિકલ થાય છે. ઇન્દ્રિયાના જે આકારો બતાવ્યા છે તે શાસ્ત્રકારોએ આ પ્રકારે બતાવ્યા છે:
["
पुष्कं फलंबुयारं, धन्नमसूराइमुत्तचंदो य ।
ઢોર્ફ છુપ-નાળાકિય નો વિદ્યાર્ફનર્॥”
ઇન્દ્રિય શબ્દનો અર્થ એ છે કે- ઇન્દ્ર' નામ જીવનુ છે, તેનું જે ચિહ્ન છે તે ઇન્દ્રિય છે, અર્થાત્ જે દ્વારા જીવની પિછાણુ થાય તેનુ નામ ઇન્દ્રિય છે. તે પાંચ પ્રકારની છે. તેમાં દરેક ઇન્દ્રિયના એ-એ ભેદ છે. (૧) દ્રવ્યેન્દ્રિય, (૨) ભાવેન્દ્રિય. પુદ્ગલ દ્રબ્યાની જે ઇન્દ્રિયાકાર રચના છે તેનુ નામ વ્યેન્દ્રિય છે. તે દ્રવ્યેન્દ્રિય, નિવૃત્તિ અને ઉપકરણના ભેથી એ પ્રકારે છે. દ્રબ્સેન્દ્રિયની રચના નિર્માણ-નામકર્યું અને અંગેપાંગ--નામકમ દ્વારા થાય છે. આ નિવૃત્તીન્દ્રિય, ખાદ્યનિવૃત્તિ અને આભ્યંતર નિવૃત્તિ, આ પ્રકારથી બે ભેદ રૂપ છે. ઉત્સેધાગુ લના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અત્યન્ત નિર્મળ આત્મપ્રદેશાની ચક્ષુરાદિ ઇન્દ્રિયાના પ્રતિનિયત આકારથી અવસ્થિત જે વૃત્તિ છે તેનું નામ આભ્યન્તર નિવૃત્તિ છે, તેની ઉપમા તલવારની ધાર જેમ છે. તે આત્મપ્રદેશોમાં પુગલિવપાકી નિર્માણુ નામક દ્વારા જે કશખ્ખુલી આદિ રૂપે તે તે ઇન્દ્રિયાના આકારોની રચના કરી છે તેનું નામ બાહ્યનિવૃત્તિ છે. જેમ સુથાર રથાદિક વસ્તુના પ્રતિનિયત આકારોને અનાવે છે તે પ્રકારે આ નિર્માણ નામક જે પુગલિવપાકી પ્રકૃતિ છે, તે ઇન્દ્રિયાકાર રૂપ પરિણત આત્મપ્રદેશોમાં પુદ્ગલ દ્રબ્યાની પ્રતિનિયત ઇન્દ્રિયાકાર રૂપ રચના કરે છે. તેની ઉપમા તલવારથી આપી છે. બાહ્ય નિવૃત્તિના પ્રતિનિયત કાઈ આકાર નથી. તે અનેક પ્રકારના છે. જેમ આંખામાં પેટિકાદિ રૂપરચના, તે ચક્ષુઇન્દ્રિયની બાહ્ય નિવૃતિ છે, પરંતુ આમ સČત્ર છે, તેમ નિયમિત નહિ, કોઈની આંખ મેટી હોય છે, કાર્ટની નાની. આભ્યન્તર નિવૃત્તિ સમસ્ત ઇન્દ્રિયાની એક સરખી છે. નિવૃત્તિ ઇન્દ્રિયના જે ખાદ્ય અને આભ્યન્તર ભેદ છે તે સ્પર્શન ઇન્દ્રિયને છોડીને શેષ ચાર ઇન્દ્રિયાના છે તેમ સમજવાનુ છે.
દ્રવ્યેન્દ્રિયના બીજે ભેઢ ઉપકરણ છે, એના અર્થ · નિવૃત્તિને જે ઉપકાર કરે' એ છે. આ તલવારસ્થાનીય બાહ્ય નિવૃત્તિના તથા તેની ધારાસ્થાનીય સ્વચ્છતરપુદ્ગલસમૂહરૂપ આભ્યન્તર નિવૃત્તિની એક વિશેષ શક્તિ છે જે અનુપઘાત અને અનુગ્રહથી નિવૃત્તિ ઇન્દ્રિયની ઉપકારિકા માની છે..
આ ઉપકરણ દ્રવ્યેન્દ્રિય પણ આભ્યન્તર અને બાહ્ય નિવૃત્તિનું ઉપકારક હાવાથી એ પ્રકારનું છે. (૧) આભ્યન્તર ઉપકરણ, અને બાહ્ય ઉપકરણ, આભ્ય તર નિવૃત્તિને જે ઉપકાર કરે તે આભ્યન્તર ઉપકરણ છે અને માદ્યનિવૃત્તિના, જે ઉપકાર કરે તે બાહ્ય ઉપકરણ છે. નિવૃત્તિ રૂપ અને ઉપકરણ રૂપ દ્રવ્યેન્દ્રિય
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૪૪