Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અજ્ઞાની જીવ કરડે ભાથી પણ જેટલા કર્મોની નિર્જરા નથી કરી શકતો તેટલા કર્મોની નિર્જરા ત્રણ ગુણિના ધારક સંયમી મહાત્મા ઉસમાત્રમાં કરી લે છે, આ બધે મહિમા સંયમને જ છે. માટે સંયમભાવ અચરજકારી છે, માટે મનુષ્યજન્મને સફળ બનાવવા માટે એ આવશ્યક કર્તવ્ય છે કે સંય. મનું આરાધન કરવામાં આવે. એ દઢ વિશ્વાસ રાખ જોઈએ કે–સંયમપ્રાપ્તિની ગ્યતા મનુષ્યજન્મમાં જ છે. તેમાં પણ કદાચ અનાર્ય ક્ષેત્રમાં જન્મ થયે ત્યાં અનાર્યોની સંગતિ મળી તો જે પ્રકારે કડવી તુંબડીના સંગથી દૂધની હાલત થાય છે ઠીક તે જ હાલત આ આત્માની પણ થાય છે, રાતદિવસ દુર્વિ. ચારેનું તેની સંગતિમાં પડવાથી તાંતો લાગ્યો રહે છે, ધર્મકર્મનું આ અવસ્થામાં ભાન નહિ રહેતું હોવાથી બેહેશીને નશા રહ્યા કરે છે. મારું શુભ કર્તવ્ય શું છે? હેય શું છે? ઉપાદેય શું છે ? ભક્ષ્ય શું છે? અભક્ષ્ય શું છે ? ઈત્યાદિ સમસ્ત વાતોને વિચાર તેનાથી દૂર રહે છે. જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ રહે છે ત્યારે આ ઠેકાણે સંયમ જેવી શુદ્ધ પ્રવૃત્તિની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે? બલકે નહિ જ. કદાચ આર્ય ક્ષેત્રમાં જન્મ થયે તે પણ દુષ્કલમાં જન્મ થયે તો ત્યાં પણ તેની પ્રાપ્તિ થઈ શકતી નથી, કારણ કે તે જગ્યાએ એટલી ગ્યતા જ નથી કે જેનાથી સંયમભાવને ધારણ કરવાની ભાવના જાગ્રત થાય. હિંસા, જુઠ, ચેરી, કુશીલ અને પરિગ્રહ જેવા પાંચ આશ્રોનું જ વિશેષતર ત્યાં સંગ્રહ થયા કરે છે તેથી તે મનુષ્યજન્મ મળે ના મળ્યા બરાબર જ થઈ જાય છે. મનુષ્યપર્યાય પણ મળી આર્યક્ષેત્ર મળ્યું. ઉત્તમ કુળમાં જન્મ પણ મળ્યું. પરંતુ મૂળમાં જ કમીના બની તો તે જન્મથી જ કે લાભ મળી શકે? માટે તે જન્મ ત્યારે સફળ બની શકે છે જ્યારે તેનાથી ધિની પ્રાપ્તિ થાય. કદાચ બધિની પ્રાપ્તિ જ ન થઈ તો સર્વવિરતિ ક્યાંથી થશે. સર્વવિરતિ-સાધુનું ચારિત્ર જ શ્રેયની પ્રાપ્તિનું પ્રધાન કારણ કહેવામાં આવ્યું છે, માટે આ તમામ વાતોની પ્રાપ્તિની ઉત્તરેત્તર દુર્લભતા જાણીને ધીર પુરૂષને જોઈએ કે પિતાના જન્મને સફળ કરવા સંયમારાધન પ્રતિ મુહૂર્ત માત્ર પણ પ્રમાદ ન કરે. આ વાતને ટીકાકારે
શ્રી આચારાંગ સૂત્ર : ૨