Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ કૃ] સત્ય ભાષે નહીં મંદ રે. સ્વામી (૯) [૩૭ ઉધાનમાં આવ્યું ત્યારે ગેખે બેઠેલા બનાવટી શુકરાજે અમે પાડી “અરે મંત્રી જે વિદ્યાધર મારી બે સ્ત્રીઓ અને વિદ્યાએ લઈ ગયો હતો તે ફરી મને ઉપદ્રવ કરવા આવ્યું છે માટે તેને સમજાવી પાછું વાળ,” મંત્રી ખરા શુકરાજા પાસે ગયા અને નમસ્કાર કરી કહેવા લાગ્યું કે “વિદ્યા અને સ્ત્રીથી આપ સંતેષ પામો, હવે અમને વધુ હેરાન ન' કરે.” સાચા શુકરાજે કહ્યું “અરે ! મંત્રી તું કેમ મૂઢ બને છે, મને અને આ રાણીઓને તું સાવ ભૂલી જાય છે, આ તે બનાવટી રાજા બન્યા છે.” આમ ઘણું ઘણું કહ્યા છતાં શુકરાજાના વચન ઉપર મંત્રીને વિશ્વાસ ને બેયે. શુકરાજે વિચાર્યું કે “બળથી જે હું રાજ્ય લઈશ અગર તેને મારી નાંખીશ તે પ્રજા અને રાજ્યમંડળમાં એજ વિશ્વાસ રહેશે કે સાચે સ્વામી તે ગ, આતે બનાવટી છે માટે હવે મારે છેડે વખત રાહ જોવી જોઈએ, આ રીતે મન વાળી સત્ય શુકરાજ પાછો વળે. પરંતુ રાજ્યભ્રષ્ટ થયાનું અને સુનું રાજ્ય મુકી ચાલ્યા આવ્યાના સહસાકારનું ખુબ દુઃખ થયું, આ અવસરમાં તેને પિતાના પિતા શ્રી મૃગધવજ કેવલી મળ્યા. તેમને વંદન કરી તેણે પિતાને વૃત્તાન્ત કહ્યો. કેવળી ભગવંત ચંદ્રશેખરની બધી બીના જાણતા હોવા છતાં તે તેને ન કહી અને કહ્યું કે “જતારિ, રાજાથી આગળના ભાવમાં
શ્રીગ્રામ ગામને ભદ્રક ઠાકુર હતે. તારે એક એરમાર ભાઈ હતું. બન્ને ભાઈઓને તમારા સિતાએ ભાગ