Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૫૫૮] સુધા સંવેગ પામી, અન્ય. (૮) [ત્રા. વિ. લેવી. પાણીને પણ એ ત્રણ વાર ગાળવા વગેરેથી સંભાળવુ’. ચીકણી વસ્તુ, ગેાળ, છાશ, પાણી વગેરેની પણ સારી પેઠે ઢાંકણું વગેરે મૂકીને સભાળ કરવી. એસામણુનું તથા સ્નાનનું પાણી વગેરે લીલફૂલ વળેલી ન હાય એવી ધૂળવાળી શુદ્ધભૂમિને વિષે છૂટું છૂટું અને થોડું થોડુ' નાંખવુ’ ચૂલાને અને દીવાને ઉઘાડો ન મૂકવા અને તે માટે ખાસ સ'ભાળ લેવી. ખાંડવું, દળવુ, રાંધવુ', વસ્ત્ર પાત્ર વગેરે ધાવું ઈત્યાદ્ધિ કામમાં પણ સમ્યક્ પ્રકારે જોઈ કરીને સંભાળ રાખવી. જિનમંદિરની તથા પૌષધશાળા વગેરેની પણ જોઈએ એવી રીતે સમારવાવડે ઉચિત યતના રાખવી. વળી ઉપધાન, માસાદિ પ્રતિમા, કષાયજય, ઈન્દ્રિયજય, યાગવિશુદ્ધિ, વીશ સ્થાનક, અમૃત આઠમ, અગિયાર અગ, ચૌદ પૂર્વ વગેરે તપસ્યા તથા નમસ્કાર ફળતપ, ચતુર્વિ શતિકા તપ, અક્ષયનિધિતપ, દમયંતી તપ, ભદ્રશ્રેણી તપ, મહાભદ્રશ્રેણીતપ, સ’સારતારણ તપ, અઠાઈ, પક્ષખમણુ, મ સખમણ વિગેરે વિશેષ તપસ્યા પણ યથાશક્તિ કરવી. રાત્રિએ ચઉવિહાર અથવા વિહારનું પચ્ચક્ખાણુ કરવું. પ ને વિષે વિગઈના ત્યાગ તથા પૌષધ ઉપવાસ વગેરે કરવું. દરરોજ અથવા પારણાને દિવસે અતિથિસ વિભાગના અવશ્ય લાભ લેવા વગેરે.
પૂર્વાચાર્યાએ કહેલા ચાતુર્માસિક અભિગ્રહી
પૂર્વાચાર્યાએ ચામાસાના અનિગ્રહ કહ્યા છે, તે આ પ્રમાણે-જ્ઞાનાચાર, દનાચાર, ચારિત્રાચાર, તપાચાર, અને વીર્યાચાર. એના દ્રવ્યાદિ ભેદથી અનેક પ્રકારના ચાતુર્માસિક અભિગ્રહ હોય છે, તેના અનુક્રમ આ પ્રમાણે