Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
હિ. ક) શેષ ત્રણ ભવ મારગ કહીએ, [કપ કહેવાય. જે માણસ પોતાના બાપદાદાનું એકઠું કરેલું નાણું અન્યાયથી ભક્ષણ કરે તે બીજ કહેવાય અને જે માણસ પિતાના જીવનને, કુટુંબને તથા સેવકવર્ગને દુખ દઈને ' દ્વવ્યને સંગ્રહ કરે, પણ યોગ્ય-જેટલું ખરચવું જોઈએ તેટલું પણ ન ખરચે તે કૃપણ કહેવાય. તેમાં ક્ષણિક, વિષયસુખને વિષે આસક્ત થએલા અને મૂળભોજી એ બન્ને જણાનું નાણું નાશ પામે છે, તેથી તેમનાથી ધર્મ અને કામ સચવાતા નથી, માટે એ બન્ને જણાનું કલ્યાણ થતું નથી. હવે કૃપણે કરેલે દ્રવ્યને સંગ્રહ પારકે કહેવાય છે. રાજા, ભાયાત, ભૂમિ, ચેર આદિ લેકે કૃપણના ધનના ધણી થાય છે, તેથી તેનું ધન ધર્મના અથવા કામના ઉપરોગમાં આવતું નથી. કેમકે–જે ધનને ભાંડુઓ ઈરછે, ચોર લૂટ, કાંઈ છળભેદ કરી રાજાએ હરણ કરે, ક્ષણમાત્રમાં અગ્નિ ભસ્મ કરી નાખે, જળ ડુબાવે, ભૂમિમાં દાટયું હોય તે યક્ષ હરણ કરે, પુત્રો દુરાચારી હેય તે બલાત્કારથી બેટે માર્ગો ઉડાડે, તે ધણુના તાબામાં રહેલા ધનને ધિક્કાર થાઓ. પિતાના પુત્રને લાડ લડાવનાર પતિને જેમ દુરાચારિણી સ્ત્રી હસે છે. તેમ મૃત્યુ શરીરની રક્ષા કરનારને અને પૃથ્વી ધનની રક્ષા કરનારને હસે છે. કીડીઓએ સંગ્રહ કરેલું ધાન્ય, મધમાખીઓએ ભેગું કરેલું મધ અને કૃપણે મેળવેલું ધન એ ત્રણે વસ્તુ પારકાના ઉપભોગમાં આવે છે; માટે ધર્મ, અર્થ અને કામને બાધા ઉત્પન્ન કરવી એ વાત ગૃહસ્થને ઉચિત નથી. જ્યારે પૂર્વકર્મના વેગથી તેમ થાય, ત્યારે ઉત્તરોત્તર બાધા થાય તે પણ પૂર્વ પૂર્વનું