Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૨૮] લેઈ સુખતિ. ૨જ મારે બ્રિા. વિ. ઉપદ્રવ દૂર કર્યો, તેથી પ્રસન્ન થએલા જિતશત્રુ રાજાએ તે દેવરાજને પિતાનું રાજ્ય આપી પિતે દીક્ષા લઈ સિદ્ધ થયા. મંત્રી, શ્રેષ્ઠી, સેનાપતિ આદિનાં સર્વ કામે પણ રાજસેવામાં જ સમાઈ જાય છે, મંત્રી આદિનાં કામે ઘણાં પાપમય છે અને પરિણામે કડવાં છે માટે શ્રાવકે તે વર્જવાં. કહ્યું છે કે-જે માણસને જે અધિકાર ઉપર રાખીએ, તેમાં તે ચેરી કર્યા વગર રહે નહીં. જુઓ ધોબી પિતાના પહેરવાનાં વસ્ત્ર વેચાતાં લઈને પહેરે છે કે શું ? મનમાં અધિક ચિંતા ઉત્પન્ન કરનારા અધિકાર કારગૃહ સમાન છે. રાજાના અધિકારીઓને પ્રથમ નહીં પણ પરિણામે બંધન થાય છે. હવે સુશ્રાવક સર્વથા રાજાઓનું કામકાજ કરવાનું મૂકી ન શકે તો પણ ગુણિપાળ, કેટવાલ, સીમાપાળ વિ. અધિકાર તે ઘણા પાપમય અને નિર્દયમાણસથી બની શકે એવા છે, માટે શ્રધ્ધાવંત શ્રાવકે તે જરૂર તજવા. કેમકેતલ ૨, કેટવાળ, સીમાપાળ, પટેલ આદિ અધિકારી કેઈ સુખ દેતા નથી. બાકીના અધિકાર કદાચિત કઈ શ્રાવક સ્વીકારે તે તેણે મંત્રી વસ્તુપાળ તથા પૃથ્વી પરની પેઠે શ્રાવકના સુકૃતની કીર્તિ થાય તેવી રીતે તે અધિકાર ચલાવવા. કેમકે જે માણસે એ પાપમય એવાં રાજકાર્યો કરવા છતાં સાથે ધર્મનાં કૃત્ય કરીને પુણ્ય ઉપાર્યું નહિ તે માણસને ધન માટે ધૂળદેનારા કરતાં પણ હું મૂઢ જાણું છું.
પોતાની ઉપર રાજાની ઘણી કૃપા હોય તે પણ તે શાશ્વતપણું ધારી રાજાના કેઈ પણ માણસને કપાવ નહીં, તથા રાજા આપણને કોઈ કાર્ય સેપે તે રાજા પાસે