Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
ગાલ નિજ દેહ,
[૧૦૯ છે, માટે શુધ જાણવી.” એથી સિદ્ધ થયું કે, દેવપૂજાદિક કાર્ય કરવું હોય તે જ ગૃહસ્થને દ્રવ્યસ્નાનની અનમેદના (સિદધાંતમાં) કહી છે. આથી દ્રવ્યસ્નાન પુણ્યને અર્થે છે, એમ જે કેટલાક કહે છે, તે દુર કર્યું એમ જાણવું. જલસ્તાન દેહશુદ્ધ કરે પણ પાપશુદ્ધ ન કરે | તીર્થમાં કરેલા સ્નાન કરીને દેહની શુદ્ધિ ભલે થાય, પરંતુ જીવની તે એક અંશમાત્ર પણ શુદ્ધિ થતી નથી.
સ્કંદપુરાણમાં કાશીખંડને વિષે છઠ્ઠા અધ્યાયની અંદર કહ્યું છે કે, “દુરાચારી પુરૂષે હજારે મણ માટીથી સેંકડો ઘડા પાણીથી તથા સેંકડો તીર્થોના જળથી ન્હાય, તે પણ શુદ્ધ થતા નથી. જળચર જીવ જળમાંજ ઉત્પન્ન થાય છે, અને જળમાંજ મરણ પામે છે, પણ મનના મેલ નહિ ધોવાયાથી તેઓ સ્વર્ગે જતા નથી. જેનું ચિત્ત અમદમાદિકથી, મુખ સત્ય વચનથી અને શરીર બ્રહ્મચર્યથી શુદ્ધ છે, તે ગંગા નદીએ ગયા વિના પણ શુદ્ધજ છે. જેનું ચિત્ત રાગાદિકથી, મુખ અસત્ય વચનથી અને શરીર જીવહિંસાદિકથી મલિન હોય, તે પુરૂષથી ગંગા નદી પણ વેગળી રહે છે. જે પુરૂષ પરસ્ત્રીથી, પરદ્રવ્યથી અને પારકાને દ્રોહ કરવાથી વેગળો રહે, તેને ઉદેશીને ગંગા નદી પણ કહે છે કે, એ પુરૂષ કયારે આવીને મને પવિત્ર કરશે?” ૬, ૧૨ એના ઉપર એક કલપુત્રની વાત છે તે આ પ્રમાણે કેઈ એક કુલપુત્ર ગંગા નામના તીર્થને વિષે જતા હતા, તેને તેની માતાએ કહ્યું કે, “હે વત્સ! તું જ્યાં ન્હાય ત્યાં આ મારા તુંબડાને પણ ન્હવરાવજે.” એમ કહી તેને