Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૬. કૃ.]
[૫૩
ફલ સંશય પણ જાણતાંજી, તોળશે, તે તાલમાં કાંઈ ક્રૂર જણાશે નહીં. કાઠીની અંદર પૂરેલા માણસ અંદર શંખ આદિ વગાડે તો શબ્દ બહાર સભળાય, પણ તે શબ્દ કયે માગે બહાર આવ્યા તે જણાય નહી. તેમજ કુંભની અંદર પૂરેલા માણસના જીવ શી રીતે બહાર ગયા અને કુભીની અદર થએલા કીડાના જીવ શી રીતે અદર આવ્યા તે પણ જણાય નહી.”
,,
એવી રીતે શ્રીકેશિ ગણુધરે યુક્તિથી ખરાખર મેધ કર્યાં, ત્યારે પ્રદેશી રાજાએ કહ્યું “ આપ કહેા છે તે વાત ખરી છે. પણ કુળપર પરાએ આવેલું નાસ્તિકપણું શી રીતે છેડુ' ? ” શ્રીકેશિ ગણુધરે કહ્યું. “ જેમ કુળપર પરાથી આવેલા દારિદ્રિ, રાગ, દુઃખ આદિ મૂકાય છે, તેમ નાસ્તિક પણુ... પણ મૂકી દેવું જ.” આ સાંભળી પ્રદેશી રાજા સુશ્રાવક થયા. તે રાજાની સૂર્યકાંતા નામે એક રાણી હતી, તેણી પરપુરુષને વિષે આસકત થઈ એક દિવસે પૌષધને પારણે પ્રદેશી રાજાને ઝેર ખવરાવ્યું. તે વાત તુરત રાજાના યાનમાં આવી, ને તેમણે ચિત્રસારથીને કહી. તે પછી તેણે ચિત્રસારથી મંત્રીના વચનથી પોતાનુ મન સમાધિમાં રાખ્યું, અને આરાધનાં તથા અનશન કરી તે સૌધમ દેવલાકે સૂર્યાલ વિમાન ની અંદર દેવતા થયા. વિષપ્રયાગની વાત ખબર પડવાથી સૂર્યકાંતા ઘણી શરમાઈ, અને બીકથી જ'ગલમાં નાસી ગઈ, ત્યાં સના દંશથી મરણ પામી નરકે પહેાંચી.
એક વખત આમલકા નગરીમાં શ્રી વીરભગવાન્ સમવસર્યાં. ત્યારે સૂર્યાભદેવતા ડાખા તથા જમણા હાથથી