Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ. ક] જે વ્યવહાર મુગતિ મારગમાં, [૩૩૯ વિદ્યાપતિએ રાજા તરીકે જિનપ્રતિમાની સ્થાપના કરી રાજ્ય ચલાવ્યું, અને છેવટે તે પાંચમે ભવે મોક્ષ પામ્યા. ન્યાયથી પ્રાપ્ત કરેલા ધનથી થતા લાભ-ન્યાયથી ધનનું ઉપાર્જન કરનાર માણસ ઉપર કોઈ શક રાખતું નથી, પણ
જ્યાં ત્યાં તેની પ્રશંસા થાય છે. પ્રાયે તેની કઈ પ્રકારની હાનિ થતી નથી, અને તેની સુખસમૃદ્ધિ વગેરે દિવસે દિવસે વૃદ્ધિ પામે છે. માટે ધનનું ઉપાર્જન કરવું તે ઉપર કહેલી એ રીતે અલેકમાં પરલોકમાં લાભકારી છે. કેમકે–પવિત્ર પુરુષે પિતાની શુદ્ધ ચાલચલગતના બળની મગરુરી હોવાથી સર્વ ઠેકાણે ધીરજથી વર્તે છે. પણ પાપી પુરૂષ પિતાના કુકર્મથી હણાયેલા હોવાને લીધે સર્વ ઠેકાણે મનમાં શંકા રાખીને ચાલે છે. આ પર દેવ અને યશની કથા છે. ૬.૭૦ દેવ અને યશ શેઠનું દષ્ટાંત-દેવ અને યશનામે શેઠ બહુ પ્રીતિથી સાથે ફરતા હતા, કેઈ નગરને વિષે માર્ગમાં પડેલું રત્નજડિત કુંડલ તેમના જેવામાં આવ્યું. દેવ શ્રેષ્ઠી સુશ્રાવક, પિતાનાં વ્રતને દઢ વળગી રહેલ અને પર ધનને સર્વ અનર્થ સમાન ગણનારે હેવાથી પાછો વળે, યશ શ્રેષ્ઠી પણ તેની સાથે પાછો વળ્યો, પણ “પડેલી વસ્તુ લેવામાં બહુ દેષ નથી,” એમ વિચારી તેણે દેવ શ્રેષ્ઠીની નજર ચૂકાવીને કુંડલ ઉપાડ્યું. અને પાછું મનમાં એમ વિચાર્યું કે, હારા મિત્રને ધન્ય છે, કારણકે, “એનામાં એવી અલૌકિક નિર્લોભતા વસે છે. તે પણ યુક્તિથી હું એને આ કુંડલમાં ભાગીદાર કરીશ.” આમ વિચારી યશશ્રેષ્ઠીએ કુંડલ છુપું રાખ્યું અને બીજે શહેરે જઈ તે