Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૪૬]
નવ ગણ` મુર નર શરે;
ાિ. વિ. અઠ્ઠમ વગેરે તપસ્યાથી જ સિદ્ધ થાય છે, પણ તપ વિના સિદ્ધ થતાં નથી. આ રીતે ભોજન વિધિ કહ્યો છે. સુશ્રાવક ભોજન કરી રહ્યા પછી શ્રી નવકાર સ્મરણ કરીને ઊઠે અને ચૈત્યવંદન વિધિવડે દેવને તથા ગુરુને યેાગ હોય તે પ્રમાણે વાંદે, ચાલતીગાથામાં સુપત્તયાળા કુત્તિય પદમાં આદિ શબ્દનુ ગ્રહણ કર્યુ છે, તેથી એ સર્વાં વિધિ કહ્યો છે. સ્વાધ્યાયના ભેદ–હવે ગાથાના ઉત્તરાયની વ્યાખ્યા કરીએ છીએ–ભોજન કરી રહ્યા પછી દિવસરિમ અથવા ગ્રંથિ સહિત પ્રમુખ પચ્ચક્ખાણ ગુરુ પ્રમુખને એ વાંદણાં દઈને અથવા તે વિના ગ્રહણ કરવુ. અને ગીતા મુનિરાજ પાસે, ગીતા એવા શ્રાવક, સિદ્ધપુત્ર વગેરેની પાસે યાગ હૈય તેમ પાંચ પ્રકારના સ્વાધ્યાય કરવા. ૧ વાછના, ૨ પૃચ્છના, ૩ પરાવતના, ૪ ધ કથા અને ૫ અનુપ્રેક્ષા એ સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે. જેમાં નિરાને માટે યથાયેાગ્ય સૂત્ર વગેરેનું દાન કરવું અથવા ગ્રહણ કરવું તે વાચના કહેવાય છે. વાચનામાં કઈ સશય રહ્યા હૈાય તે ગુરુને પૂછવા તે પૃચ્છના કહેવાય છે. પૂર્વે ભણેલા સૂત્રાદિકને ભૂલી ન જવાય તે માટે વાંર વાર ફેરવવુ તે પરાવના કહેવાય છે. જ ખૂસ્વામી વગેરે સ્થવિરાની કથા સાંભળવી અથવા કહેવી તે ધમ કથા કહેવાય છે. મનમાં જ સૂત્રાદિકનું વારંવાર સ્મરણ કરવુ તે અનુપ્રેક્ષા કહેવાય છે. અહિં'ગુરુમુખથી સાંભળેલા શાસ્ત્રાર્થ ના જાણ પુરુષો પાસે વિચાર કરવા રૂપ સજ્ઝાય વિશેષ કૃત્ય તરીકે જાણવી. કારણ કે, તે તે વિષયના જાણ પુરુષોની સાથે શાસ્ત્રાના રહસ્યની વાતાના વિચાર કરવા” એવુ