Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૩૭૮] તો તુજ સબલે પડો કલેશ, (૮૯) [શ્રા. વિ. જાણવું. નગરમાં રહેનાર લેકેને દુઃખ આવે પોતે દુઃખી થવું, તથા સુખ આવે પિતે સુખી થવું તેમજ તેઓ સંકટમાં હોય તે પોતે પણ સંકટમાં પડયા હોય એમ વર્તવું. તથા તેઓ ઉત્સવમાં હોય તે પિતે પણ ઉત્સવમાં રહેવું. એમ ન કરતાં એક નગરમાં રહેલા સરખા ધંધાના લોકે જે કુસંપમાં રહે, તે રાજાના અધિકારીઓ તેમને, શીકારીઓ જેમ મૃગલાઓને જાળમાં ફસાવે છે, તેમ સંકટમાં ઉતારે. મોટું કાર્ય હોય તે પણ પોતાની મોટાઈ વધારવા સારુ સર્વે નાગરેએ રાજાની ભેટ લેવા જુદા જુદા ન જવું. કાંઈ કામની છાની મસલત કરી હોય તે તે ઉઘાડી ન પાડવી. તથા કેઈએ કેઈની ચાડી ન કરવી. એકેક જણ જુદો જુદો રાજાને મળવા જાય છે તેથી બીજાના મનમાં વૈર વગેરે પેદા થાય છે, માટે સર્વેએ ભેગા થઈને જવું તથા સર્વેની યેગ્યતા સરખી હોય તે પણ યવનની પેકે. કેઈને પણ મુખ્ય કરી સર્વેએ તેની પછવાડે રહેવું પણ રાજાના હુકમથી મંત્રીએ પરીક્ષા કરવાને અર્થે આપેલી એક શય્યા ઉપર સવે સુવાને માટે વિવાદ કરનારા પાંચસો મૂખની પેઠે કુસંપથી રાજાની ભેટ લેવા અથવા તેને વિનંતી વગેરે કરવા ન જવું. કેમકે ગમે એવી અસાર વસ્તુ હોય તે પણ તે જે ઘણું ભેગી થાય, તે તેથી જ થાય છે. જુઓ તૃણના સમુદાયથી બનેલું દોરડું હાથને પણ બાંધે છે. મસલત બહાર પાડવાથી કાર્ય ભાંગી પડે છે, તથા વખતે રાજાને કેપ વગેરે પણ થાય છે, માટે ગુપ્ત મસલત બહાર ન પાડવી. મહોમાંહે ચાડી કરવાથી રાજા આદિ