Book Title: Sheth Motishah
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Godiji Jain Derasar ane Dharmada Trust

View full book text
Previous | Next

Page 15
________________ ૧૩ માગે છૂટથી વાપરે છે. એમાં ધર્મપ્રેમ, સ્વામીભક્તિ અને જીવદયાના કાર્યો અગ્રપદે આવે છે. પુસ્તકમાં એ અંગેના પ્રસંગે એવી રીતે આલેખાયેલા છે કે અહીં એ માટે કંઈ લખવું એ ચર્વિતચર્વણુ કર્યા જેવું ગણુંય. એમ છતાં મુંબઈના ગુલાલવાડીના શ્રી ચિતામણી પાર્શ્વનાથના ચમત્કારિક બિબને નીરખીને, અથવા પાયધૂની પર આવેલા ભવ્ય શ્રી ગોડીજી પાર્શ્વનાથના દેવાલયને નિહાળીને સહસા મેતીશાહ શેઠને ધન્યવાદ અપાઈ જાય છે. ઉભયના સર્જનમાં શેઠશ્રીને ફાળો નાનોસૂનો નથી જ. અને પ્રતિવર્ષ કાર્તિક-ચૈત્રીપૂર્ણિમાએ, સારીયે મોહમયીની જેમ જનતાને પોતાના આંગણે નેતરતું ભાયખલાનું શ્રી આદિજિનનું દેવાલય એ આપણું કથાનાયકે બંધાવેલું એની આસપાસના વિશાળ જગ્યા વારસામાં જૈન સમાજને સેપેલી. આપણે શેઠશ્રી માફક દીર્ઘદૃષ્ટિવાળા હોત તે આપણને એ જમીન સુવર્ણપુરુષ સમ ફળદાયી નીવડી હેત, અરે ! એક જૈન નગર તે પર શોભતું હેત પણ ગઈ તિથિ યાદ કરવાનો હવે શું અર્થ? માત્ર મુંબઈગરા જ નહીં પણ સારાયે ભારતવર્ષના આબાલવૃદ્ધ નર-નારીઓ અને વિદેશથી અહીં આવતા પથિકે જેની મુક્તકંઠે પ્રશંસા કરે એવી શ્રી શત્રુંજય પરની “મેતીશાહ શેઠની ટુંક, અહીં યાદ ર્યા વગર ચાલે જ નહીં. શાશ્વતગિરિ પર ઊંડી ખાઈને પુરાવી, જે મંગળમય ધામ ઊભું કર્યું છે એ લાખ આત્માઓને આત્મકલ્યાણની-જીવનસાફલ્ય કરવાની લક્ષમી મળી હોય તે આવા પ્રશસ્ત માર્ગે ખરચવાનીહાકલ કરતું ઊભું છે. એ જોયા પછી કહેવું જ પડે કે શબ્દ અને અબાલિ કર

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 480