Book Title: Sheth Motishah
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Godiji Jain Derasar ane Dharmada Trust

View full book text
Previous | Next

Page 13
________________ તળવાને, આસપાસના બનાવે સાથે તુલના કરવાને, તેમજ શક્ય પ્રયાસે ચકાસી જોઈ, પછી જ એને કાગળ પર ટપકાવવાને ઉપગ રાખ્યો છે. સાથોસાથ જે સમયની વાત રજૂ કરે છે, એ સમયે દેશની, સમાજની અને ગૃહસ્થ જીવનની કેવી પરિસ્થિતિ વર્તતી હતી એને તલસ્પર્શી ચિતાર આપવાને પ્રયત્ન પણ કર્યો છે; અને એ કાળના વેપાર–વણજની રીતરસમ પર, એ કાળના વણિકના સાહસિક જીવન પર, એ કાળના મજૂરી કે નોકરીના દરમાયા પર, જીવનનિર્વાહના સાધનોની સેંઘારત પર, પ્રસંગે પ્રસંગે જે નેધે ટપકાવી છે એ અતિ મહત્વની છે. એથી આ પુસ્તકનું કદ તેઓશ્રીના અધ્યાત્મક૫મ કે ઉપમિતિભવપ્રપંચો કથા જેવા મહાન ગ્રંથ જેવું લગભગ લાંબું થવા પામ્યું છે. કેટલીક વાતે એક કરતાં વધુ વખત કહેવાણી છે. આમ છતાં એ દ્વારા જે રંગબેરંગી વાનગી પીરસાણી છે એ રસમય હોવાથી વાચકને કંટાળારૂપ નથી બનતી. એક વાત હરગીજ ભૂલવાની નથી અને તે એ જ કેઆ જીવનચરિત્ર છે; કેઈ નવલિકા નથી. સામાન્ય સ્થિતિમાંથી પિતાની આવડતના જેરે માર્ગ કાઢી, લાખે રૂપીઆ રળનાર અને શાહ–સેદાગરનું બિરુદ પ્રાપ્ત કરનાર વણિકુ-વીરની કથા છે. એની વિશેષતા કમાણ કરવા કરતાં એ કમાઈને સુમાગે વ્યય કરવામાં, એ અંગે દીર્ધદષ્ટિ વાપરવામાં અને સમયની ખંજરીને સ્વર પારખી સતત જાગ્રત્ રહેવામાં શેઠશ્રીએ જિંદગી વ્યતીત કરી છે એમાં છે. આવા પુણ્યશ્લેક પુરુષની જ્યારે પેટ સાલે છે ત્યારે મુખારવિંદમાંથી સહજ શબ્દ બહાર પડે છે કે-“આજે નથી એ રામ અને નથી એ અયોધ્યા !”

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 480