________________
૧૮
શાહ સુવાણ મારા સંતેના પરિવાર લેગે થઈ જાઉં. ધનકુમાર કહે, ગુરૂવ! તમે એકલા અજાણયા કેવી રીતે જશે? અમે આપને મૂકવા આવીએ, સંતે ઘણી ના પાડી છતાં આ તે બંને જણા સાથે ગયા અને જ્યાં તેમના ગુરૂ અને પરિવાર હતું ત્યાં પહોંચાડી દીધા. પછી વંદન કરીને પાછા ફર્યા. જે આત્માએ ભવિષ્યમાં મહાન બનવાના છે તેમનું જીવન પહેલા પણું કેટલું પવિત્ર હોય છે ! રાજકુમાર હોવા છતાં સંત પ્રત્યે કેટલી ઉચ્ચ ભાવના ! સંતને એમને પરિવાર મળે એટલે હાશ કરીને બેઠા. અહાહા....કેટલી શાતા ઉપજાવી ! ધનકુમાર અને ધનવંતીને આનંદને પાર નથી. તેઓ સંતને લાભ લઈને પિતાના મહેલે આવ્યા. ખરેખર, પાણીના સરોવર કરતાં સંત સરોવરમાં સ્નાન કરી સાચા શ્રાવક અને શ્રાવિકા બની ધર્મનું પાલન કરવા લાગ્યા. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૧૬ અષાઢ વદ ૧૩ ને મંગળવાર
તા. ૧-૮-૭૮
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ જેમણે પ્રાપ્ત કરી છે અને જગતના અને સુખ અને શાંતિનો રાહ બતાવે છે એવા સર્વજ્ઞા ભગવંત જગતના જીને બોધ આપતા ફરમાવે છે કે હે ભવ્ય જીવે ! જગતના સર્વ છે શાંતિ અને સુખના ચાહક છે. સુખ અને શાંતિ માટે સર્વ જી સ્વબુદ્ધિ અનુસાર પ્રયત્નો પણ કરે છે છતાં આજે વિશ્વમાં જ્યાં દષ્ટિ કરીએ ત્યાં અશાંતિની આગ ભડકે મળે છે. આજના કહેવાતા શાંતિચાહકો દિનપતિદિન નવી જનાઓ ઘડે છે પણ શાંતિને બદલે અશાંતિની આગ વધતી જાય છે. તેનું કારણ શું? તેને હજુ વિચાર કર્યો નથી. જ્ઞાની ભગવંત પણ ફરમાવે છે કે હે આત્માઓ! તમે દિશા અવળી પકડી છે. પૂર્વ દિશામાં જવાને બદલે પશ્ચિમ દિશામાં પ્રયાણું આદર્યું છે, પછી શાશ્વત સુખ-શાંતિ કયાંથી મળે? આ માનવદેહ મહાન પુણ્યથી મળે છે. તેનાથી શું કરવાનું છે ને શું કરી રહ્યા છે? તમારી ભાવના કેવી હેવી જોઈએ ?
દેહ મળે છે ભવ તરવાને, ધર્મ કરીશું એના સહારે, ખાવાપીવાના શોખ ભૂલીશું, ફરવા જઈશું તે દ્વારા તમારે, કષ્ટ દઈને તનને તપાવી કચરે કરમને અમે બાળવાના, હે પરમાત્મા! તમે જે દીધી છે તે આજ્ઞા હંમેશાં અમે પાળવાના, જીવન આખું તમેએ કહેલા વિચારે પ્રમાણે અમે ગાળવાના.