________________
શારદા મુવાસ,
૫૭૭ રાણીને કહે છે હે મહારાણી સાહેબ ! આ તમારે મંત્રી તે નાના નાના છની પણ દયા કરે છે તે યુદ્ધમાં મોટા મોટા હાથી, ઘોડા, અને માણસને ઠાર કરવાનું કાર્ય કેવી રીતે કરશે ? રાણીના મનમાં મંત્રી પ્રત્યે ક્ષેભ થયે પણ મંત્રી ઉપર તેને અથાગ વિશ્વાસ હવે, એટલે કહે છે તમે ધીરજ રાખે. લડાઈમાં એનું પરાક્રમ જોજે. આ મંત્રી કેવું પ્રમાણિકતા અને એકદિલીથી જીવન જીવ્યા હશે કે આવા કટોકટીના પ્રસંગે પણ રાણું એના ઉપર : વિશ્વાસ મૂકે છે ! આત્મચિંતા વિના આવું બનવું મુશ્કેલ છે. આજે મોટા ભાગના મનુષ્યને તે ધન ભેગું કરવાની મુખ્ય ચિંતા હોય છે તેમાં પ્રમાણિકતા તે નેવે મૂકાઈ . ગઈ છે. આ મંત્રી આત્મચિંતાવાળે છે, પ્રમાણિક છે, વફાદાર છે અને કર્તવ્યનિષ્ઠ છે, એટલે રાણીના હૈયે વિશ્વાસ છે કે આ મંત્રી મને ધેખે નહિ દે. સૂર્યોદય થયો એટલે લડાઈ: શરૂ થઈ. મંત્રી મોખરે રહીને ઉત્સાહથી લડે છે એટલે લશ્કર પણ જેરથી ઉત્સાહભેર લડે. છે. કેઈપણ કાર્યમાં આગેવાનની પ્રવૃત્તિ તેના અનુયાયીઓ ઉપર મેટી અસર કરે છે, માટે મેટાએ વધુ સાવચેત રહેવાની જરૂર છે. નાનાઓના હિત માટે પણ મેટાનું જીવન વિવેક, ત્યાગ, સંયમ વિગેરે ગુણોથી સંપન્ન હોવું જોઈએ. જીવનમાં કેઈપણ ખરાબ આદત ન હોવી જોઈએ, નહિતર નાના જેવું દેખશે એવું શીખશે.
આ મંત્રી ખૂબ જોરશોરથી લડે ને સાથે લશ્કર પણ એવી જ રીતે લડયું. સૂર્યાસ્ત થતાં મંત્રીએ દુશ્મનને હરાવીને વિજય મેળવ્યો પણ મંત્રીના શરીરે ઘણાં ઘા વાગ્યા છે. ઘવાયેલી સ્થિતિમાં એને છાવણીમાં લાવ્યા. એના શરીરની માવજત થઈ રહી છે. રાણ સાહેબ પાસે બેસીને એના પરાક્રમના ગુણ ગાય છે. ગુણ ગાતા ગાતા મંત્રીને પૂછે છે કે મંત્રીશ્વર! એક પ્રશ્ન પૂછું? મંત્રીએ કહ્યું બા સાહેબ! ખુશીથી પૂછે ને. એમાં પૂછવાનું શું હોય? ત્યારે રાણું કહે છે મારા મનમાં એક શંકા થાય છે કે તમે પઢિયે તે એસેંદિયા, બેઇદિયા કરતા હતા અને બારીક જીવ પણ ન મરે એવી કાળજીપૂર્વક પ્રતિકમણની ક્રિયા કરતા હતા, તે આવા મોટા પચેન્દ્રિય જીને ખૂનખાર જંગ કેમ ખેલી શકયા? એ મને સમજાતું નથી.
મંત્રી કહે છે મહારાણી સાહેબ! એમાં ન સમજાય એવું શું છે? જુએ, સૂર્યોદય પહેલા શરીર પર મારા આત્માને અધિકાર હતું, તેથી એણે એને અધિકાર બરાબર બજાવ્યો છે અને સૂર્યોદય પછી આ શરીર પર નેકરીના હિસાબે તમારો અધિકાર હતે એટલે ત્યાં શરીરે એની રૂએ એ કામ બજાવ્યું. મંત્રીએ બે ખાતા કેવા જુદા પાડી નાંખ્યા. તેથી રાણીને કહી શકયા કે આત્માના અધિકારની રૂએ શરીરે બારીક જીવોની રક્ષા કરી ને પ્રતિક્રમણની ક્રિયા કરી અને રાણીના અધિકારની રૂએ યુદ્ધ કર્યું. તે તમે સાંભળ્યું ને? યુદ્ધભૂમિ ઉપર મંત્રીને પ્રતિકુમણું કરવાનું યાદ આવ્યું તે વિચાર કરે કે દરરોજ પ્રતિક્રમણ કરતા હશે ને? કેટલી આત્મચિંતા ! આજે મારે કામ છે કે
શા. સુ. ૩૭