________________
શારદા સુવાસ - જિનસેના ભગવાનને પિકાર કરીને કહે છે હે કૃપાળુ ભગવંત ! મારી લાજ રાખે. મારી લાજ તમારે હાથ છે. મારી લાજ જશે તે તમારી લાજ જો. મને કંઈ ચિંતા નથી. જેમ કુંવરબાઈનું મામેરું ભગવાને કર્યું ને નરસિંહની લાજ રાખી તેમ છે જેનશાનનના દે! તમે મારી લાજ રાખે. આ પ્રમાણે જિનસેને રાણી પાર્શ્વનાથ ભગવાનને પ્રાર્થના કરે છે હે પ્રભુ! હું તમારે શરણે છું. આપ મારા પુત્રનું ઝેર જલ્દી ઉતારે ને મારી લાજ રાખે. ધરણેન્દ્ર અને પદ્માવતી દેવી જેવા આપના ભક્ત દેવ છે તે શું મને સહાય નહિ કરે ! જરૂર કરશે.
પ્રાર્થના કરી પાણી છાંટતા કુંવરના ઉતરેલા ઝેર" -જિનસેના રાણીએ એક ચિત્તે પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરીને જિનસેનકુમાર ઉપર પાણી છાંટયું કે તરત જિનસેનકુમારનું ઝેર ઉતરી ગયું ને આળસ મરડીને બેઠે થયે. આ જોઈને સૌને આશ્ચર્ય થયું કે આ શું? હમણાં તો બેભાન હતું ને એકદમ ઝેર કેવી રીતે ઉતરી ગયું ત્યારે મહારાજા કહે છે આ તે મહારાણની પ્રભુભક્તિ અને ધર્મશ્રદ્ધાને પ્રભાવ છે. જિનસેનકુમાર ઊભે થઈને માતા પિતાના ચરણમાં પડયે ને પગે લાગીને કહે છે કે માતા-પિતા, પ્રધાનજી! તમે બધા અહીં ભેગા થઈને કેમ બેઠા છે? ત્યારે એને ઝેર ચઢયાની વાત કરી, એટલે કુંવરે કહ્યું મારી માતા રત્નતી એ મારા માટે લાડ મેકલાવ્યું હતું તે ખાઈને હું સૂઈ ગયે હતે. પછી શું બન્યું તે મને ખબર નથી, તેથી રાજાના મનમાં થયું કે નકકી રનવતીએ લાડવામાં ઝેર આપ્યું હશે.
સૌની સમક્ષમાં જિનસેના રાણેએ પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરીને પાણી છાંટ્યું કે ઝેર ઉતરી ગયું. આથી સૌને ધર્મને પ્રભાવ સમજાય. મહારાજા કહે છે કે મહારાણી ! મેં તમને ધર્મ છોડાવવા ઘણું કષ્ટ આપ્યું પણ તમે ધર્મ ન છો એટલે મેં તમને કાઢી મૂક્યા, છતાં તમે ધર્મમાં અડગ રહ્યા તેને જ આ પ્રભાવ છે. રાજાની ધર્મ પ્રત્યેનો શ્રદ્ધા વધી. પ્રધાન આદિ પ્રજાજનોને પણ ખૂબ આનંદ થયે, પણ રત્નાવતી તે ઈર્ષાની આગથી બળવા લાગી. હવે શું બનશે તે અવસરે.
વ્યાખ્યાન નં. ૭૧ આ વદ ૨ ને મંગળવાર
તા. ૩-૧૦-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત કૃપાનિધિ, શાસનસમ્રાટ, તીર્થકર ભગવંતે જગતના જીના ઉદ્ધાર માટે સિદ્ધાંત વાણીને શ્રોત વહાવ્યું છે. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલી વાણી. ઉત્તરધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનને અધિકાર