________________
શારદા સુવાસ
વ્યાખ્યાન નં ૭૪ આસો સુદ ૬ ને શનિવાર
તા. ૭-૧૦-૭૮ અનંત ઉપકારી, વિશ્વવંદનીય પરમ તારક પ્રભુએ સર્વ જીના આત્મવિકાસ માટે અનેક માર્ગો બતાવ્યા છે. આજે દુનિયામાં કઈ પણ એ આત્મા હશે કે જે વિકાસને ન ઈચ્છતે હેય! દરેક જ ઈચ્છે છે કે હું આગળ વધું, વિકાસ કરું પણ એ વિકાસ માં? ભૌતિક સુખમાં, ભૌતિક સુખના સાધનમાં, ધન મેળવવામાં, માનપ્રતિષ્ઠા કેમ વધુ મળે, સકાર-સન્માન મળે ઈત્યાદિ ભૌતિક વિકાસની ઝંખના તે સૌ કોઈને હોય છે. જ્ઞાનીઓ કહે છે આ વિકાસ મહતવને નથી, કારણ કે મોટા ભાગે ભૌતિક વિકાસ વધતા આત્મિક વિકાસ રુંધાય છે. આત્મામાં અહં, આસક્તિ વિગેરે વધતા જાય છે તેથી ચિત્ત શાંત, સ્વસ્થ બનવાને બદલે અશાંત, અસ્વસ્થ અને રતિ અરતિ આદિના મેલથી મલીન બનતું જાય છે. ભૌતિક વિકાસથી છરને જે આ કચરખાતું મળતું હોય તે એ વિકાસનું શું મૂલ્ય? બીજી વાત એ છે કે ભૌતિક વિકાસ ગમે તેટલે કરે છતાં સરવાળે મૃત્યુ વખતે જીવને એ શું આશ્વાસન આપી શકે? કંઈ જ નહિ, અને મૃત્યુ બાદ એમાંથી રજમાત્ર પણ જીવની સાથે લઈ જઈ શકે? લેશ માત્ર નહિ, જ્ઞાની કહે છે “નાશવંતના ભરોસા ભગ્ન જ થવાના.”
નિર્બળ જીવ ભૌતિક વિકાસ વિના ચલાવી ન શકતા હોય એ જુદી વાત છે. અને એના બહુ મૂલ્ય આંકી એમાં જ સર્વસ્વ માનવું એ પણ જુદી વાત છે. રેગીને દવા વિના ચાલતું ન હોય છતાં એ રેજ જે દવા ખાવી પડે એને આનંદથી વધાવી લેત નથી. એથી પિતાને ભાગ્યશાળી માનતા નથી. એના હૃદયને એ ડંખે છે કે હોય! આ કેવા પાપના ઉદય કે રોજ દવાની ગુલામી કરવી પડે છે. કેવી કડવી બેસ્વાદ દવા! ખાવાપીવા પર પણ કેટલે અંકુશ રાખવું પડે છે ! ઈત્યાદિ બળતરા તેના મનમાં ચાલુ રહે છે. બસ, આ જ રીતે ભૌતિક વિકાસ આત્માથી જીવને બળતરા કરાવનારે હય, ભૌતિક વિકાસના સાધને મેળવવામાં જાત ભાગ્યશાળી ન લાગે પણ આત્માના રોગ તરીકે એમાં કમનસીબી દેખાય. તેના મનને એમ થયા કરે કે હું કે કમનસીબ કે મારે આના વિના ચાલતું નથી. ધન્ય છે તે મહાન આત્માથી મુનિઓને! કે જેઓ ભૌતિક વિકાસની બલા વિના જીવી શકે છે. હું આને ગુલામ ! રોજ મારે આના કડવા અનુભવ કરવા પડે. આમાં મારે આત્મા ધર્મક્રિયાઓ, તપ વિગેરે સાધના કરવામાં કે મડદાલ ને અશકત, બની ગયું છેજ્યારે આ ભૌતિક વિકાસની ગુલામીના કારમાં બંધનમાંથી છૂટીશ?
આ માનવ જીવનમાં દૃષ્ટિ જેટલી સ્વચ્છ અને નિર્મળ બનતી જાય એટલું જીવન ઉંચું અને દૃષ્ટિ જેટલી મલીન એટલું જીવન નીચા દરજજાનું. ભૌતિક વિકાસના બહુ મૂલ્ય આંકવા જતાં, એમાં પિતાને ભાગ્યશાળી માનતા અને એમાં જ પિતાનું સર્વસ્વ