________________
૭૪૪
, શારાસવાય જતાં સમય ક્યાં પસાર થઈ જાય છે તેની ખબર પડતી નથી તેમ જીવને. સંસારરૂપી નાટક જોતાં જિંદગી પસાર થઈ જાય છે, અને આત્માની સાધના કર્યા વિના જીવ ચાલ્યો જાય છે, પછી પશ્ચાતાપ કરશે તે કાંઈ નહિ વળે. અહીં આત્માને સ્પર્શતું એક કલ્પિત દેટાંત યાદ આવે છે.
એક સાવ નાનકડા ગામમાં એક ગરીબ વણિક વસતે હતે. એનું નામ તે જીવરાજભાઈ હતું પણ ગરીબ હતો એટલે સૌ એને જ કહીને બોલાવતા હતા. આજે તે જ્યાં જુઓ ત્યાં પૈસાના જમાન છે. પાસે પૈસા હોય તે સૌ માન સન્માન આપે છે ને માનપાનથી બેલવે છે. આ જીવરાજભાઈની નાનકડી હાટડી જેવી દુકાન હતી. માંડ માંડ ગુજરાન ચલાવે તેટલું તે કમાતે હતે. સાધારણ સ્થિતિ એટલે સારું ખાવાપીવાનું કે કપડા પણ સારા ક્યાંથી મળે? ઘણે વખત એ ગામડામાં રહ્યો. સમય જતાં જીવરાજભાઈના કંઈક પુણ્યનો ઉદય થયે એટલે ધીમે ધીમે એ પૈસા કમાયે. બે ત્રણ વર્ષમાં એની પાસે રૂ. પાંચ હજારની મુડી ભેગી થઈ એટલે તેમના હરખનો પાર ન રહ્યો. તમારા મનમાં કદાચ થશે કે પાંચ હજાર રૂપિયા એ કંઈ મુડી કહેવાય? ભાઈ ! જેની પાસે લાખ રૂપિયાની મિલ્કત હોય એને મન પાંચ હજારની કિંમત ન હોય પણ જેને પાંચ રૂપિયા પણ માંડ મળતા હોય એને મન પાંચ હજાર તે પાંચ લાખ જેવા લાગે છે.
આ જીવરાજભાઈ પાસે પાંચ હજાર રૂપિયા ભેગા થયા એટલે એ ઉંચા ઉંચા મને થે ઘડવા લાગ્યું. એના મનમાં થયું કે આવા ગામડામાં હવે મારે નથી રહેવું, કારણ કે આ ગામમાં માણસે પણ હલકી કેમના રહે છે. ખાવા પીવાનું પણ હલકું ને વહેપાર ધંધે પણ એ જ ચાલે છે. હું આટલા વર્ષે આ ગામડામાં રહ્યો ત્યારે માંડ પાંચ હજાર કમાય. હવે તે આ ગામડું છોડીને કેઈ મોટા શહેરમાં જાઉં ને વહેપાર ધંધે કરું. આ વિચાર કરીને જીવાભાઈએ પોતાની પાસે જે સેનું-ચાંદી-રૂપિયા ને કપડા હતાં તે બધું ભેગું કરીને એક પોટલી બાંધી અને પિતાના ગામની બાજુમાં આવેલા નાના સ્ટેશનેથી મેટા શહેરમાં જવા નીકળ્યા. રસ્તામાં એને ખૂબ કકડીને ભૂખ લાગી પણ નાના સ્ટેશનમાં તે કંઈ ખાવાપીવાનું મળે નહિ. આગળ જતાં મોટું જંકશન આવ્યું. ત્યાંથી ચારે દિશામાં જવાય, અને ચારે દિશાએથી અવાય અને ત્યાં ગાડી પણ એક કલાક રેકાય. જીવરાજભાઈને ખબર પડી કે આ તે મેટું જંકશન આવ્યું અને અહીં એક કલાક ગાડી રોકાવાની છે. એટલે જીવરાજભાઈ નીચે ઉતર્યા. ત્યાં તે એમણે ઘણી જાતના મેવા, મીઠાઈ અને ફળ ફૂટની ઘણી દુકાને જોઈ. એ તે ખુશ ખુશ થઈ ગયા કારણ કે તદ્દન નાનકડા ગામડામાં અત્યાર સુધી રહ્યા હતા એટલે એમણે આવું કંઈ જોયું ન હતું.
મેવા, મીઠાઈ અને ફળની દુકાને પહેલ વહેલી તેમણે જોઈ, અને તેમને ભૂખ પણ કકડીને લાગી હતી એટલે ખાવા માટે એનું મન લલચાયું, તેથી લેવા જવા માટે પગ