________________
૨૨૮
શારદા સુવાસ રામસેન તે બિચારે ગભરાઈ ગયે. આથી જિનસેનકુમારે આગળ આવીને કહ્યું મહારાજા ! લગ્નના મંડપમાં આ બધી ધમાલ શેની છે? મારા જીવતાં હું મારા ભાઈ સિવાય બીજા કેઈને કન્યા નહિ પરણવા દઉં. તમે એમ ન માનશો કે અમારી પાસે સૈન્ય નથી. હું એકલે બધાને પહોંચી વળું તેમ છું. એ તમે નકકી સમજી લેજે. આ લગ્ન વખતે તમે યુદ્ધ કરવા તૈયાર થયા છો પણ વિચાર કરે. એમાં કેટલા ઓની હિંસા થશે? આ સમયે ચંદ્રસેન રાજાએ કહ્યું હે જિનસેનકુમાર ! આ ઉડાપડ થવામાં બીજું કઈ કારણ નથી પણ વાત એમ છે કે અમે રામસેન સાથે અમારી કુંવરીની સગાઈ કરી નથી. મારા જમાઈ તમે જ છે પણ આ બધી કપટબાજી રમાઈ ગઈ છે. તેના કારણે આ બધું ધાંધલ મચી ગયું છે. અમે યુદ્ધથી ડરતા નથી. ચાહે લેહીની નદીઓ વહેવડાવીશું પણ અમે રામસેનકુમારને તે નહિ જ પરણવીએ. તમે પરણે તે બધું તેફાન બંધ થઈ જાય. આ શબડ જે રામસેન મારી દીકરીને પરણીને શું કરશે? એનામાં કાંઈ બુદ્ધિ તે છે નહિં આટલું તેફાન થાય છે પણ એ તે આરામથી બેસી રહ્યો છે. બેલે શું વિચાર છે? તમારે મદનમાલતી સાથે પરણવું હોય તે આનંદની વાત છે, નહીંતર લડાઈ કરવા તૈયાર થઈ જાઓ, - કુંવર કહે મુને મહાશયા, કન્યા ન પરણી જાય,
મુઝ લઘુ બંધવકી હુઈ સગાઈ, યહ ન મુઝે સુહાય. જિનસેનકુમારે કહ્યું મહારાજા ! આપની વાત સાચી છે પણ હવે મારાથી આ કન્યા પરણાય નહિ, કારણ કે ગમે તેમ તે ય એ મારે નાનો ભાઈ છે. નાના ભાઈની સાથે એની સગાઈ થઈ છે એટલે એની પત્ની કહેવાઈ ગઈ. હવે એની સાથે મારાથી લગ્ન કેવી રીતે કરાય? મારે ભાઈ રામસેનકુમાર હોંશિયાર છે, તમે ચિંતા ન કરે. જેની સાથે સગાઈ થઈ છે તેની સાથે તમે કન્યાને પરણાવી દે. અત્યારે ઝઘડો કરે તે ચગ્ય નથી, ત્યારે રાજા અને પ્રધાન કહે છે ઠીક, કુંવરની સામે કપટબાજી રમ્યા વિના છૂટકે નથી તે કુમાર ! તમે એમ કરે. અમારી બીજી કન્યા સાથે લગ્ન કરે તે અમે આ બધું તેફાન બંધ કરીએ. જિનસેનકુમાર વાતને સમજી ગયે ને અવસર જોઈને મૌન રહ્યો. રાજા અને પ્રધાનને ખૂબ આનંદ થયો અને સૈનિકોને આજ્ઞા કરી એટલે તેફાન બંધ થઈ ગયું ને લગ્નના વાજા વાગવા લાગ્યા. મંગલ ગીતે ગવાવા માંડયા. રાજા અને પ્રધાને ભેગા થઈને જિનસેનકુમારને મદનમાવતી સાથે કેવી રીતે પરણાવવા તે નક્કી કર્યું.
બિછાવેલી કપટજાળ”-રૂપમાં અને દેખાવમાં ઉંચી, નીચી, જાડી, પાતળી મદનમાલતીને મળતી આવે એવી એક સામંતની છોકરીને શોધી લાવ્યા. તેને નવરાવી ધવડાવી મદનમાલતી જેવા કપડા ને દાગીના પહેરાવીને શણગારીને તૈયાર કરી, અને માયરામાં બેસાડી દીધી. રામસેનકુમાર તેરણે આવ્યા. સાસુજીએ પાંખ્યા. બધા વિધિવિધાને