________________
૮૧૦
શારદા સુવાસ, એમના શરીરની ચામડી ઉતારવામાં આવી. એ કર્મને ઉદય પણ કેવી રીતે થયો? બંધક મુનિની બહેને એમને દીક્ષા લીધા પછી જેયા ન હતા. એક વખત બંધક અણગાર વિચરતા વિચરતા પિતાની બહેનના ગામમાં પધાર્યા. ખંધક મુનિ એમના માતાપિતાને એકના એક પુત્ર હતા એટલે દીક્ષા લીધી ત્યારે ૫૦૦ સુભટે તે એમની સેવામાં સાથે રાખ્યા હતા, પણ કર્મને ઉદય થવાને હેય છે ત્યારે કે સંવેગ મળે છે એ વાત ખૂબ સમજવા જેવી છે. સુભટે સમજ્યા કે આ તે મહારાજની બહેનનું ગામ છે એટલે વાંધો નહિ. સૌ કઈ ન્હાવા છેવા અને હરવા ફરવામાં પડયા. સંત તે પહેલા પ્રહરે સ્વાધ્યાય, બીજા પ્રહરે ધ્યાન કરીને પછી ગૌચરી નીકળ્યા. વીતરાગી સંતે પિતાનું સગપણ બતાવીને કે ઓળખાણ આપીને ગૌચરી કરતા નથી. એ તે વીતરાગ પ્રભુના કાયદાને વફાદાર રહીને ગૌચરી કરે છે. હા, કેઈ સંતને એમ પૂછે કે તમે ક્યાં છે? કેણું છે? તે ઓળખાણ આપે પણ પિતાની જાતે માને પામવા કે ગોચરી લેવા માટે ઓળખાણ આપે નહિ, ગામના રાજાની રાણી પિતાની બહેન છે ને પિતે રાજકુમાર છે એવી કેઈને ઓળખાણ આપતા નથી. એ તે ઈર્યાસમિતિ તા ચાલ્યા જાય છે. આ સમયે એમના બહેન-બનેવી મહેલની બારી પાસે બેસીને સોગઠાબાજી રમતા હતા. રમતા રમતા રાણીની દષ્ટિ મુનિરાજ ઉપર પડી. ધેમધખતા ઉનાળાના દિવસે છે. બરાબર મધ્યાહુને સમય છે. માથે તાજો લેચ કરે છે. આ જોઈને રાણીને પિતાના ભાઈ યાદ આવ્યા. મારા ભાઈએ પણ દીક્ષા લીધી છે એ પણ આવી રીતે જ ગૌચરી જતા હશે ને? આવી ગરમીમાં એમના પગ કેવા બળી જતા હશે? આ વિચાર આવતા એની આંખમાં આંસુ આવી ગયા. એને ખબર નથી કે આ મારે જ ભાઈ છે. રાણુની આંખમાં આંસુ જોઈને રાજા શંકાશીલ બન્યા. રાણીને કંઈ પૂછ્યું નહિ અને સીધા મહેલની સીડી ઉતરી ગયા અને ચાંડાળને બેલાવીને બંધકમુનિના શરીરની ખાલ ઉતારવાનો હુકમ કર્યો. રાજાની આજ્ઞા થતાં ચાંડાળાએ મુનિની ખાલ ઉતારી ત્યારે મુનિએ એવી અલૌકિક ક્ષમા રાખી કે રાજા પ્રત્યે કે ચાંડાળ પ્રત્યે સહેજ પણ ક્રોધ ન આવ્યું, મુનિએ એક જ વિચાર કર્યો કે મેં પૂર્વભવમાં કર્મ બાંધ્યા હશે તેથી જ રાજાને આવી બુદ્ધિ સૂઝી છે. એમાં એમને દેષ નથી. દેષ માત્ર મારા કર્મને છે. આવી સમજણપૂર્વક દુઃખમાં પણ ક્ષમાં રાખી તે કલ્યાણ કર્યું. સંયમમાર્ગમાં આવા ઘોર ઉપસર્ગો આવે ત્યારે આવી ક્ષમા રાખવી જોઈએ. નેમકુમાર તે તીર્થંકર પ્રભુ છે એટલે એમની તે વાત જ ન્યારી છે. એમનું બળ, પરાક્રમ, પુરૂષાર્થ ને સાહસ અજોડ હેય છે. એમને શિખામણ આપવાની રહેતી નથી પણ કૃષ્ણ વાસુદેવ તેમજ માતાપિતાને તે મેહ હેય ને! એટલે કહે છે.
ઉરના આશીષ કૃષ્ણજી આપે, સંયમ અને સુખકાર, ત્રિભુવનના નાથ બનીને, ભવ્ય જીવોના તારણહાર, એ કેવળ જ્ઞાનની જતિ જલા, અજ્ઞાન તિમિરના હરનાર, શીવાદેવીના નંદન નેમકુમાર સંયમ પંથે જાય