________________
શારદા સુવાસ
પટેલ વિચાર કરે કે એ કે પરાક્રમી હશે! માટે આપ યુદ્ધ કરવાની વાત છોડી દે. પ્રધાનની વાત રાજાના ગળે ઉતરી એટલે રાજાએ પ્રધાનને પૂછ્યું કે હવે મારે શું કરવું ? એણે કહેવડાવ્યું છે એટલે જે હું મારા ઉંટને છેડાવવા ન જાઉં તે મારી કાયરતા સિદ્ધ થાય અને જાઉં છું તે એ બળવાન છે. તે હવે મારે શું કરવું?
મદનમાલતીને જિનસેન સાથે પરણાવવાને કરેલે વિચાર” - પ્રધાને કહ્યું સાહેબ ! આપની મદનમાલતી રાજકુમારીને એગ્ય જમાઈ હોય તે આ જિનસેનકુમાર છે. રૂપમાં, ગુણમાં ને પરાક્રમમાં બધી રીતે કુંવરીની બરાબરી કરી શકે તે છે. એણે કહ્યું છે કે હું અણમાનીતી રાણીને કુંવર છું તેથી આપણે અચકાવાની જરૂર નથી, કારણ કે જે માનીતી રાણુને પુત્ર હેય પણ કુંવર હોંશિયાર ન હોય તે શા કામનું ? આજે આ સંસારમાં એવું બને છે ને કે માતાપિતા પિતાની દીકરીને રૂપ અને પૈસે જેઈને પરણાવી દે છે અને માને છે કે મારી દીકરીને સારું ઘર મળ્યું. ઘર સારું મળ્યું પણ વરમાં મીઠું ન હોય તે શું થાય? દીકરી રડતી ઘેર પાછી આવે ને? હસાહસ) આ તે તમારા અનુભવની વાત છે ને? આટલા માટે ઘણું એમ માને છે કે ભલે, પૈસે નહીં હોય તે ચિંતા નથી પણ વર સારે હેય તે સારું. ઘણુ પૈસા અને રૂપ દેખે છે.
પ્રધાન ખૂબ વિચક્ષણ હતું. એણે કહ્યું–મહારાજા ! જિનસેન ભલે અણમાનીતી રાણીને પુત્ર છે પણ એનું લલાટ તેજ કરે છે. ભવિષ્યમાં એ માટે રાજા બનશે. એની સાથે લગ્ન કરવા મદનમાલતીનું કહેણ મૂકો તે બધી વાત પતી જશે. આ વાત રાજાને ગમી ગઈ એટલે પ્રધાનને કહે છે તમારી વાત સાચી છે. તે હવે તમે જલદી સોનામહેરેના ખડિયા ભરીને અહીંથી જાવ અને મદનમાલતીનું કહેણ મૂકે. પ્રધાને સોનામહોરે આદિ સામગ્રી આપીને પુરોહિતને કહેણ મૂકવા મેકલ્ય.
ચંદ્રસેન રાજાને પુરેહિત ચાલતે ચાલતે એક દિવસ કંચનપુર પહોંચે ત્યાં જઈને જયમંગલ રાજાના પ્રધાનને મળે. આ સમયે જે મુખ્ય પ્રધાન હતું કે જેને જિનસેના રાણી અને જિનસેનકુમાર પ્રત્યે માન હતું એ પ્રધાન કોઈ કારણસર એક દિવસ માટે બહારગામ ગયેલે એટલે એના હાથ નીચેને પ્રધાન હતે. ચંદ્રસેન રાજાને પુરોહિત એ પ્રધાનને મળ્યા અને તેના કુશળ સમાચાર પૂછીને કહ્યું કે હું વિજયપુરથી આવું છું. વિજયપુરના ચંદ્રસેન મહારાજાની પુત્રી મદનમાલતી ખૂબ સુંદર છે. તે ચોસઠ કળામાં નિપુણ છે. તેનું અમારે જિનસેનકુમાર સાથે સગપણ કરવું છે. એ માટે રાજાએ મને ખાસ મોકલ્યો છે. આ પુરોહિત પ્રધાન સાથે વાત કરતા હતા ત્યારે રનવતીની અંગત દાસી કેઈ કામ પ્રસંગે ત્યાં આવી હતી. તેણે આ વાત સાંભળી એટલે દેડતી રનવતાની પાસે જઈને વાત કરી દીધી, તેથી એને ખબર પડી કે જિનસેનકુમાર માટે કહેણ આવ્યું છે એટલે તેણે આવેલા પુરોહિતને પિતાની પાસે બોલાવવા માણસ મોકલ્ય,