________________
૬૩૯
શારદા સુવાસ
નાંખતા હતા. કૃષ્ણવાસુદેવ પોતાના કુટુંબમાંથી આ દુર્વ્ય સનો કાઢીને યાદવાને અવનતિના પંથે જતા અટકાવી ક્રુતિમાં જતા અટકાવવા ઇચ્છતા હતા પણ તે આ કામ કરવામાં અસમર્થ બન્યા.
નૈમકુમાર મહાનપુરૂષ હતા, તીથંકર હતા. તેમનામાં જન્મથી જ અનત શારીરિક, માનસિક અને આધ્યાત્મ શક્તિ વિદ્યમાન હતી. તેમનાથી આ મડ઼ાન ભયંકર પાપ જોઈ શકાતું ન હતું. પશુપક્ષીએની હિંસા તેમને કશુ બનાવી રહી હતી, તે વિચારતા હતા કે આ બિચારા મૂ'ગા પશુપક્ષીઓને આ યાદવા પેાતાના આનંદ માટે મારી નાંખે અે, અને તેમને દુઃખી કરે છે. તે સાથે તેઓ પણ પેાતાના આત્માને નરકમાં લઈ જવા માટે કમ બધના કરી રહ્યા છે. આ વ્યસને દૂર કરવા માટે મારા વડીલ બંધુ કૃષ્ણ વાસુદેવ પણ ઘણાં પ્રયત્નો કરી રહ્યા છે પણ તેમાં સફળ બની શકતા નથી. તે હું હવે આ લોકોને આવા મહાન પાપથી મુક્ત કરવા માટે તેમની સામે ત્યાગના આદશ ખડા કરુ.. ત્યાગ વિના એમના ઉપર પ્રભાવ પાડી શકીશ નહિં. ખીજાને ત્યાગ કરાવવા માટે પહેલાં પતે જ ત્યાગ કરવા જોઈએ. જ્યાં સુધી પેાતાનામાં સપૂર્ણ ત્યાગ ન હોય ત્યાં સુધી બીજાને ગમે તેટલે ઉપદેશ આપવામાં આવે પણ તેની અસર સામા ઉપર થતી નથી, તેથી અરિષ્ટનેમિ કુમાર હિંસા ખધ કરાવવા માટે પેતે દુષ્કર ત્યાગ આવશ્યક સમજતા હતા.
પોતે ત્યાગી બનવાના છે તે વાત નક્કી જાણતા હતા પણ જો પેતે વરરાજા બનીને તારણ દ્વાર સુધી ન જાય તે તેમની પશુડા પ્રત્યેની અનુકંપા કાણુ જાણે ? જગતના બધા માણસાને સાચુ' સમજાવવુ છે તેથી તેમણે લગ્ન વખતે કઇ જાતના વિરાધ ન કર્યાં. ખીજું કારણ એ હતું કે જેથી તેમકુમાર લગ્નના વિરોધ ન કરી શકે. પેાતાના જ્ઞાનથી તેઓ જાણતા હતા કે રાજેમતી મારા પૂના આઠ આઠ ભવામાં સહચારિણી રહી છે. આઠે ભવામાં તેણે મારી સાથે રહીને સર્વ પ્રકારના સહયોગ આપ્યા છે. તે સુખ અને દુઃખમાં મારી સાથે રહી છે. હવે આ નવમા ભવમાં હું મારું તે કલ્યાણ કરી લઉ અને શુ તેને આ સૌંસારની માયાજાળમાં ફસાઇ રહેવા દઉ ! એ ઠીક ન કહેવાય, માટે હુ. તને સાવધાન તે કરુ કે હું સંસાર વ્યવહાર છેાડીને આત્માનું કલ્યાણ કરવા અને અક્ષય સુખ પ્રાપ્ત કરવા માટે જા" છું એટલે જો તું આ ભવમાં પણુ મારી સાથે સહુયેાગ કરવા ઇચ્છતી હાય તેા જે મા ંને હું પકડું છું તે માને તું પણુ અપનાવ. આ વિચારથી પણ તેમકુમાર લગ્નની ખાખતમાં મૌન રહ્યા હતા,
કૃષ્ણુજી લગ્નને દિવસ નક્કી કરીને આવ્યા હતા. લગ્નના દિવસ નજીક આવતા સ્થળે સ્થળે આમ ત્રણ પત્રિકાએ મેકલવામાં આવી. રાજમહેલમાં યાદવકુળની સ્ત્રીએ મ’ગલ ગીતા ગાવા લાગી. ઢોલ, નગારા ને શરણાઈ એ વાગવા લાગ્યા. અને યાદવા અરિષ્ટનૈમિકુમારની જાનમાં જવા માટે તૈયારીએ કરવા લાગ્યા. આ તે તમને અનુભવ છે, હવે નૈમકુમારને શણગારવાની તૈયારીઓ થવા લાગી.