________________
૫૨
શારદા સુવાસ આવી પ્રતિજ્ઞા સાંભળતાં એના પિતાજી ખુશ થયા અને તેમણે યમતીનું માંગુ હસ્તિનાપુર મોકલ્યું. તે પહેલાં એવું બનેલું કે મણિશેખર નામના એક વિદ્યારે યશોમતીની ખૂબ પ્રશંસા સાંભળી અને ગુપ્ત રીતે તેને જોઈ લીધી, એટલે તેણે પણ જિતારી રાજા પાસે યશોમતીની માંગણી કરી ત્યારે રાજાએ તેને કહી દીધું કે મારી પુત્રી શંખકુમાર સિવાય બીજા કેઈને પરણવા ઈચ્છતી નથી. એ તે મનથી શંખકુમારને વરી ચૂકી છે. આ સાંભળી મણિશેખર વિદ્યાધરને ખૂબ ક્રોધ ચઢયે ને એક દિવસ લાગ જોઈ તેણે યશોમતીનું અપહરણ કર્યું. તે વખતે હું તેની પાસે જ હતી. એણે જેવી કુંવરીને ઉપાડી તે મેં એને હાથ પકડે ને એને છોડાવવા ઘણું કર્યું પણ વિદ્યાધર આગળ મારું શું ગજું! એણે બળાત્કારે કુંવરીને ઉડાવી ત્યારે મેં કુંવરીને પગ પકડી લીધે. એ હતે વિધાધર એટલે અમને લઈને એ આકાશમાં ઉડે. અહીં આવ્યા એટલે નીચે ઉતરીને મને તેણે અહીં રસ્તામાં ફેંકી દીધી, અને એ તે કુંવરીને લઈને કયાંને કયાંય ચાલ્યો ગયે. હું મારી વહાલી દીકરીને યાદ કરીને રડી રહી છું.
ધાવમાતાએ શંખકુમારને કહેલી કહાણી” – દીકરા! એ યશોમતીને મેં નાનપણથી ઉછેરી છે. એ મને મારા પ્રાણથી પણ અત્યંત વહાલી છે. એ મને હવે ક્યાં મળશે? એમ કહીને ખૂબ રડવા લાગી. ધાવમાતાએ કહ્યું કે યશોમતી શંખકુમારને ઈચ્છે છે છતાં કુમારે એમ ન કહ્યું કે તો હું જ હસ્તિનાપુરના રાજાને પુત્ર શંખકુમાર છું, કારણ કે ક્ષત્રિયે ગંભીર હોય છે. આ જગ્યાએ બીજે કઈ હેત તે કહી દેત કે તારી કુંવરી જેને પરણવા ઇચ્છે છે તે જ હું છું, પણ બાઈને કહ્યું- હે માતા ! તમે રડશે નહિ. હવે તમે ચિંતા ન કરશો. અહીં નજીકમાં જ મારી છાવણી છે ત્યાં તમે ચાલે હું તમને મૂકીને તરત જ તમારી પુત્રીને ગમે ત્યાંથી શોધી લાવીશ. ધાવમાતાએ કહ્યું – દિીકરા! મને વિદ્યારે જંગલમાં ફેંકી છતાં પણ હું જીવતી રહી ને તારા જે દીકરે મળે તે મારી દીકરીને સંદેશ તમને આપી શકી, હે દીકરા ! તું મારી દીકરીને જદી, લાવી આ૫ જેથી મને શાંતિ થાય. ધાવમાતાને પિતાની છાવણીમાં સૂવાડવવાની વ્યવસ્થા કરીને હાથમાં ખડ્ઝ લઈને એળે જવા તૈયાર થયે, ત્યારે તેના મિત્ર મતિ પ્રત્યે કહ્યુંવીરા ! તું એકલે કયાં જાય છે ? હું તારી સાથે આવું છું, પણ શંખકુમારે કહ્યું કે તું અહીં બધું સંભાળજે. હું હમણું જ યશોમતીને લઈને આવું છું. એમ કહીને શંખકુમાર એકલે હાથમાં તલવાર લઈને યશોમતીની શોધ કરવા ચાલી નીકળ્યા. હવે તે કેવી રીતે લાવશે તેના ભાવ અવસરે.
ચરિત્ર - ગઈ કાલે તમે સાંભળી ગયા ને કે જિનસેના રાણીએ એના પુત્ર જિનસેન કુમારને કેવા વીરતા ભરેલા મીઠા હાલરડા ગાયા. તમારા પુત્રોને શુરવીર ને ધીર બનાવવા હિય તે તમે પણ આવા હાલરડા ગાજે ને બાળક મોટો થાય ત્યારે તેને આવા વીર