________________
શાઢા સુર્યાસ હતે. આમાં પ્રેમનું સરેવર છલકતું હતું, અને હઠ ઉપર મધુર સ્મિત હતું. દૂધ લઇને આવનારાઓ કહે છે સ્વામીજી! આપને કેઈ તકલીફ તે નથી થઈને? સ્વામીજીએ કહ્યું-ભાઈઓ! તમે મને પ્રેમથી દૂધ પીવડાવ્યું કે મેં પીધું. પીવામાં વળી તકલીફ કેવી! મેં તે પ્રેમથી તમારું દૂધ પીધું છે. સ્વામીજીના શબ્દોમાં સાહસિકતા હતી.
ષી ભક્તોને થયેલો પશ્ચાતાપ” – સ્વામીજીને જવાબ સાંભળીને કેવી ભક્તોના હૈયા ફફડી ઉઠ્યા. એમની આંખો રડી ઉઠી. કંઠ રૂંધાઈ ગયે ને ચરણમાં મસ્તક નમાવીને બાલ્યા-સ્વામીજી! અમને માફ કરે. અમે ઘણી જ નાદાની કરી છે, ત્યારે સ્વામીજી પ્રસન્નતાથી બેલ્યા હોયનાદાન તે બાળકો જ હોય, બાળકે તે પ્રભુને મારા હોય, તમે પણ મને વહાલા છે. તમે તમારી નાદાનીને ભૂલી જાઓ. સ્વામીજી! એ કેમ ભૂલાય? અને અમને માફ પણ કેમ કરાય ? અમે તે આપની પ્રશંસા સાંભળી ઈર્ષાની આગથી બળી જતા હતા તેથી આપની કસોટી કરવા માગતા હતા ને તમને ગુસ્સે કરવાના આશયથી અમે દૂધ નહિ પણ કળીચૂનાનું પાણી આપને આપ્યું હતું. આ અમારા અપરાધને માફ કરે. અમને ક્ષમા કરે. સ્વામીજીએ કહ્યું એમાં તમારે દોષ કે ગુન્હ છે જ નહિ. આ તે મારી કસોટી છે. કસોટી વખતે દઢ રહેનારની જ જગતમાં કિંમત થાય છે. સ્વામીજીએ વમન કરીને ચુનાનું પાણી બહાર કાઢી નાંખ્યું, પણ કટી કરવા આવનારા ભક્તો શાંત અને ક્ષમાશીલ તેલંગ સ્વામીને વારંવાર વંદન કરતાં તેમની મુક્તકંઠે પ્રશંસા કરતા ચાલ્યા ગયા. બંધુઓ ! દુનિયામાં જે સહન કરે છે તે પાર ઉતરે છે ને જતું કરે છે તે જગદીશ બને છે. મહાત્મા ચુનાના પાણીને દૂધની માફક ગટક ગટક પી ગયા. ચુનાનું પાણી પીવડાવનાર ઉપર પણ પ્રેમ રાખે તે તેમને સત્ય વસ્તુનું ભાન થયું ને નમી પડ્યા.
સમુદ્રનું મંથન કરવા બધા દે આવ્યા ને મંથન કરીને અમૃત કાવ્યું. તે બધા દેવો પી ગયા ને ઝેર હતું તે પડ્યું રહ્યું. બધા દેવેની પરીક્ષા કરવા બ્રહ્માજીએ કહ્યું કે આ ઝેર કોણ પીશે? ઝેર પીવા કેઈ તૈયાર ન થયું. એક દેવે કહ્યું હું ઝેર પી જઈશ. જે દેવે ઝેર પીધું તેને બ્રહ્માજીએ મહાદેવને ઈલ્કાબ આપ્યો. જેણે પીધા ઝેર તે બન્યા મહાદેવ. મહાવીર ભગવાનનું નામ તે વર્ધમાન કુમાર હતું પણ એ મહાવીર કેમ કહેવાય ? તે જાણે છો ? બાલ્યાવસ્થામાં પણ દેવથી ડગ્યા નહિ પણ દેવેને ડગાવ્યા, ત્યારે દેવોએ નામ આપ્યું મહાવીર
આપણે સમુદ્રવિજય રાજાની વાત ચાલતી હતી. સમુદ્ર ગંભીર હેય, વિશાળ હોય, અને સમુદ્રના પેટાળમાં રત્ન ભરેલા હોય છે, તેમ આ સમુદ્રવિજય રાજા પણ ઉદારતા ક્ષમા, સહિષ્ણુતા, શૌર્ય, દયા આદિ ગુણના ભંડાર હતા. આવા મહાન ગુણના કારણે તે જગતમાં પ્રખ્યાત હતાં. તેઓ શૌર્યપુર નગરમાં આનંદથી રહેતા હતા. તેમની રાન કેણ હતા ?