________________
શાણા સુવાસ અપરાજિતકુમાર અને યશોમતી પ્રીતિમતી નામે તાર પટ્ટરાણી થઈ. ત્યાં પણ તમે અને જણાં દીક્ષા લઈને દેવલેકમાં ગયા. ત્યાંથી ચવીને તું શંખકુમાર અને એ યશોમતી તમે બંને પતિ પત્ની થયા. આ રીતે સાત સાત ભવથી તમારે બનેને પૂર્વજન્મને સનેહ છે. અહીં પણ તમે બંને દીક્ષા લઈને કાળ કરીને પાંચ અનુત્તર વિમાનમાં ચેથા અપરાજિત નામના વિમાનમાં મહર્ષિક દેવ થશે ને ત્યાંથી ચવીને તમે નેમનાથ નામે બાવીસમા તીર્થકર થશે ને યશોમતી રામતી થશે. તે ભવમાં એ તમારી અવિવાહિતા અનુરાગી થશે ને તમે બંને દીક્ષા લઈને પરમપદને પામશે, તેમજ તમારા બે નાના ભાઈઓ અને મતિપ્રભ પ્રધાન તમારા ગણધર બનશે. - કેવળ ભગવંતના મુખેથી પિતાના આગામી ભવની વાત સાંભળીને ખૂબ આનંદ થયો અને તે જ વખતે શંખરાજાએ પિતાના પુંડરિક નામના પુત્રને ગાદીએ બેસાડી પિતે દીક્ષા લીધી. તેમની સાથે યમર્તી રાણી, બે નાના ભાઈ અને મતિપ્રભ પ્રધાને પણ દીક્ષા લીધી. સંયમની ઉગ્ર સાધના કરીને આયુષ્ય પૂર્ણ થતાં બધા અપરાજિત વિમાનમાં દેવ થયા. આ રીતે તેમનાથ ભગવાન અને રામતીના આઠ ભવ થયા. હવે એમને નવમે ભવ શરૂ થશે. એ નવમા ભાવમાં એ મહાન આત્મા કયા કુળમાં જન્મ લે છે, એમને વંશ કર્યો હતે તે વાત ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનમાં આવશે. હવે તેમનાથ ભગવાનના ભવની વાત શરૂ થાય છે.
सोरिय पुरम्मि नयरे, आसी राया महिथिए ।
वसुदेवत्ति नामेणं, रायलक्खण संजुए ॥१॥ શાસ્ત્રકાર ભગવંત પહેલાં એ બતાવે છે કે તેમનાથ ભગવાન જે કુળમાં ઉત્પન્ન થયા હતા એ કુળમાં વડીલે કણ કણ હતા? પહેલાં એમના વડીલેની વાત આવશે. પછી નેમનાથ ભગવાન કોના પુત્ર હતા તે વાત બતાવવામાં આવશે. તેમનાથ ભગવાન અને કૃષ્ણ વાસુદેવ બંને સગા કાકાના દીકરાઓ છે. શૌર્યપુર નગરમાં વસુદેવ નામે એક મહર્થિક રાજા રાજ્ય કરતા હતા. તે વસુદેવ રાજા ચક, સ્વસ્તિક, અંકુશ, છત્ર, ચામર, હસ્તિ, અશ્વ, સૂર્ય, ચંદ્ર ઈત્યાદિ રાજચિન્હાથી તેમજ દાન, સત્ય, શૌર્ય ઈત્યાદિ લક્ષણેથી યુક્ત હતા. જેઓ છત્ર, ચામર આદિ મહાન વિભૂતિના અધિપતિ હતા. એવા વસુદેવ રાજાના પુત્ર કૃષ્ણવાસુદેવ હતા. હવે એ વસુદેવ રાજાને કેટલી રાણીઓ હતી, અને નેમનાથ ભગવાનના માતા-પિતા કેણ હતા તે વાત શાસ્ત્રકાર ભગવંત બતાવશે. તીર્થકર ભગવાનના માતા-પિતા બનનાર આત્માઓ મહાન પુણ્યવાન હોય છે. સામાન્ય માણસે તીર્થંકર પ્રભુને માતા-પિતા બની શકતા નથી. તેમનાથ ભગવાનના માતા-પિતા કેણ બનશે તે ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર - જિનસેનકુમાર અને રામસેનકુમાર અને રાજકુમારે માતાપિતાને