________________
શારદા સુવાસ
૧૫
આપી દે. કુંવરને આપવાની ઈચ્છા ન હતી પણ માતાએ સમજાવ્યે એટલે એના મગજમાં વાત ઉતરી ગઇ.
મેરે કારણુ માતા પિતાકા યદિ દુઃખ વહાં હવે, લે જાકર વસ્તુ વહાં દેવ,તાસુખ મુઝે ભી હૈાવે.
કુમારે કહ્યું જે વસ્તુ લેવાથી મારા માતાપિતાને દુઃખ થતુ હોય તે વસ્તુ ગમે તેવી મૂલ્યવાન હાય તે મારે શુ કામની ? માતા પિતાજી રાજી તા હુ` રાજી. જાએ પ્રધાનજી ! આ ઘેાડો અને તલવાર અને ચીજો તમે ખુશીથી પાછી લઈ જાવ. મારે તેની જરૂર નથી. એમ કહી જિનસેન કુમારે પ્રેમથી અને ચીત્તે પ્રધાનને આપી દીધી ને કહ્યુ –જલ્દી તમે આ ચીજો પિતાજીને આપે! એટલે તેમની મૂંઝવણ દૂર થાય ને માતા રત્નવતીને પશુ સતાષ થાય. પ્રધાન જિનસેના રાણી અને જિનસેન કુમારની પવિત્રતા જોઈને ખુશ થયે ને મનમાં વિચાર કરવા લાગ્યા કે જિનસેના રાણી કેવા પવિત્ર છે! કેવા ઉદાર છે! એમના ગુણ્ણાનુ વણુન કર્યું પાર આવે તેમ નથી. આ જગ્યાએ બીજી સ્ત્રી હાત તા એમ વિચાર કરત કે મારા દીકરાને આપેલી ચીજો શા માટે પાછી આપવી જોઈએ ! રાજાએ મને કાઢી મૂકી છે. એમનું ને રત્નવતીનું જે થવુ હાય તે થાય. એમાં મારે શું ? આવા વિચાર ન કર્યાં. કેટલો એની ખાનદાની છે ! અને જેવી માતા છે તેવા જ પુત્ર છે. માતાએ કહ્યું એટલે એની ઈચ્છા ન હેાવા છતાં વસ્તુઓ પાછી દીધી. પ્રધાનજી તલવાર અને ઘેાડા લઈને રાજા પાસે ગયા ને રાજાને તે ચીજો પાછી આપી. આ વસ્તુ મળતાં જયમ'ગલ રાજાને આનંદ થયા ને લજજા પણ આવી કે મને ધિક્કાર છે. મે' ભરસભા વચ્ચે જે ચીજો જિનસેનકુમારને આપી તે જ મારે પાછી લેવાના વખત આવ્યા ? ઝેર ખાઈને મરી જવું સારુ પણુ આપીને ચીજ પાછી લેવી તે ખરાબ છે પણ રત્નવતીના ક્લેશથી કંટાળી ગયેલા હૈાવાથી લેવુ' પડે છે. ભલે રત્નવતી મને કુભાર્યાં મળી પશુ મારું પુણ્ય હજી જાગતું છે તેથી
પુત્ર સુપાત્ર મિલા પુણ્ય સે, મહારાણી ભી ગુણુ રાસ, ઈસ દુષ્ટા કે કહનેસે મૈને દિયા વનવાસ.
મને આવા પુણ્યવતે ગુણુવાન પુત્ર મળ્યા છે. એને હું આ ચીજો આપતા હતા છતાં એ લેતા ન હતા. મે' કેટલુ' કહ્યું એ ન લે તે મારા દિલમાં કેટલું દુઃખ થતુ. હતું તેથી મારા માન ખાતર એણે વસ્તુઓ લીધી અને મારે એની પાસે પાછી માંગવાના સમય આવ્યે ? ખરેખર, એ જિનસેના રાણી પણ ગુણવાન છે. સમય આવે ત્યારે જ ખખર પડે છે કે કોણ સાચું છે? હું રત્નવતીને ચઢાવ્યા ચઢી ગયા અને તેના કહેવાથી મે એને જંગલમાં મેકલી, મેં એને કેવા કેવા શબ્દો કહ્યાં છતાં મારા પ્રત્યે કેટલી લાગણી શા. સુ. ૩૫