________________
ચારા કવાય
s૩૫ વ્યાખ્યાન ન. ૩૭
.. શ્રાવણ વદ ૪ ને મંગળવાર
તા. ૨૨-૮-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! વિશ્વવંદનીય, અધમ ઉદ્ધારક એવા ત્રિકીનાથ ભગવતેએ જગતના જીના એકાંત હિત માટે કહ્યું કે હે ભવ્ય જીવો ! આ સંસારમાં અજ્ઞાનના અંધકારમાં આથડતા અને દુઃખના દાવાનળમાં બળતા ઝળતા જેને કેઈ આધારભૂત હોય તે ધર્મ છે. સૂયગડાયંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે તીરે ઘH ધર્મ એ દીપક સમાન છે. જેમ અંધારા ઓરડામાં દીવો પ્રગટાવવામાં આવે તે અંધકાર દૂર થઈ જાય છે તે પ્રકાશ પ્રકાશ પથરાઈ જાય છે, તેમ આ સંસારમાં અજ્ઞાન રૂપી અંધકારમાં આથડતા જેને માટે ધર્મ એ દીપક સમાન છે. ધર્મ રૂપી દી૫ક અજ્ઞાન રૂપી અંધકારને નાશ કરનાર છે. આ ધર્મરૂપી દીપકમાં શ્રદ્ધા રૂપી તેલ અને વિનયરૂપી વાટ અવશ્ય હોવી જોઈએ. ધર્મ એ ચતુર્ગતિ સંસારમાં જીવને આધારરૂપ છે. ધર્મની સહાયથી જીવ સંસાર સાગરને તરી જાય છે. ચોગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે
अबन्धूनामसौ बन्धूर, सखा नाम सौ सखा ।
अनाथामसौ नाथो, धर्मों विश्वकवत्सलः ॥ આ જગતમાં ધર્મ એ અબાંધને બાંધવ છે, અમિત્રોને મિત્ર અને અનાથને નાથ છે, તેથી આ જગતમાં એક ધર્મ જ પરમવત્સલ છે અને પરલોકમાં જીવને ધર્મ એ જ સાચું ધન છે, એટલા માટે આપણે જીવનમાં ધર્મની આરાધના કરવી જોઈએ. કારણ કે ધર્મથી સુખ મળે છે ને પાપથી દુખ મળે છે, પણ યાદ રાખજો કે સંસાર સુખની ઇચ્છાથી કરેલે ધર્મ સંસારનું સુખ આપે પણ છેવટે દુઃખ મળશે, પણ સંસાર સુખની આકાંક્ષા રહિત અને મોક્ષની ઈચ્છાથી કરેલ ધર્મ સુખ આપે છે. મોક્ષની ઈચ્છાથી કરેલા ધર્મથી સુખ મળે છે તેમાં માણસ મૂંઝાતું નથી. તેમાં મેહ પામતે નથી. ઉંચામાં ઉંચા સુખની વચ્ચે રહેવા છતાં તે જળકમળવત નિર્લેપ રહે છે. જ્યાં સુધી મોક્ષ ન પામે ત્યાં સુધી દેવ અને મનુષ્યનાં સુખો અનાસક્ત ભેગીની માફક ભેગવે છે.
સંસાર એ તે વિષય કષાયને અખાડે છે, દુખસ્વરૂપ, દુઃખફલક અને દુઃખની પરંપરાને વધારનાર છે, કારણ કે આત્મા જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી તે પાપ કરવાનું છે, અને પાપ થાય એટલે દુઃખ આવે. ભગવાન કહે છે કે સંસારમાં ખાવું, પીવું, હરવું, ફરવું, સંસાર સુખની ઇચ્છા કરવી ને સંસારનું સુખ રસપૂર્વક ભેગવવું તે બધું જ પાપ છે. દરેક સંસારી છે આવું પાપ કરે છે પણ જેને અરિહંત પ્રભુના વચન ઉપર શ્રદ્ધા છે કે આ પાપ દુઃખ આપનાર છે તેને સંસારમાં પાપ કરવું પડે ને કરે પણ એનું હૃદય બળતું હોય છે. બળતા હ. જે પાપ થાય છે તેનાથી પાપ તે