Book Title: Sadhu to Chalta Bhala 1
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 14
________________ ૧૬ પૂરનાર શિલ્પીઓ આજે રસ્તે આવેલી પાષાણનગરી જોઈ લેત તો એમના ટાંકણા ખૂણે મૂકી દેત. પથ્થરમાં પ્રાણ જોવા મળશે, તેય આજના રસ્તે, એવી કલ્પના જ નહીં. ૧૫ માંડી હતી. ‘યે સબ હમકો પહચાનતે હૈ.' એ રસ્તે ચાલતા માણસો તરફ હાથ લંબાવી કહેતો. ‘હમ કો કોઈ નહીં રુકાયેગા. હમરા બેટા હૈ, બેટી હૈ-હમરા વાઈફ હૈ-વો સબ ઉનકા ફોડ લેગા. હમ તો તુમારકો સાથ દેગા. રાસ્તા દિખાયેગા. હમને સબ દેખા હૈ.” કાંટો વાગે તે તરત ન કાઢીએ તો નવો સડો થાય. આ કાંટો તો પહેલેથી સડેલો હતો. રસ્તામાં એક ધાબા પાસે બેસેલા ભાઈઓને કહ્યું. એ લોકો ભાગતા આવ્યા. એ લઘુગોશાળો કહે-“હમ બાબા કો પરનામ કરને આયે હૈ, તુમ તમારા કામ કરો. હમ પોલીસ કો બોલેગા.’ આખરે એને બધાએ મળીને રવાના કર્યો. સામસામી ગાળાગાળીઓ તો થઈ જ, અમે મારવાની ના પાડી હતી. નહીં તો એ ગોશાળાની જેમ માર ખાત. એને રવાના કરતી વખતે કોઈ ભાઈએ અમારી માફી માંગી અને કહ્યું : બાબાજી, આપ હમે ક્ષમા કરના. દિલકો મત દુખાના. હમ ઈસકો ભગા દેતે હૈ, સબ લોગ અચ્છ નહીં રહતે, બાબાજી. આપ ગલત મત સોચના.” લઘુ ગોશાળાને ભગાડડ્યા પછી એ લોકો અમારી સાથે ચાલતા આવવાના હતા. કહે : ‘રાતે મેં ફિર મિલા તો ફેંક દેગે ઉસકો.’ અમે ના પાડી. એમણે ફરી માફી માંગી. એ કહે : આપ તો ભગવાન હો. અમે કહ્યું : ભગવાન તો સબસે મહાન હૈ. એમની પાસે દલીલ હતી : ‘લેકિન ભગવાન આપકી હી સૂર્નેગા, હમારી નહીં. આપ હમે માફ કર દેના.” એ લોકોને ધન્યવાદ આપી અને ચાલ્યા. એ લઘુગોશાળો ભૂલાશે નહીં. પીળી આંખો, મેલાં કપડાં, ધૂળિયા વાળમાં લટકતું ઘાસ, મોટો અવાજ અને કાળી ચામડી. બે કલાકના સાથમાં જ અમે તો થાકયા. ભગવાને સાચા ગોશાળા સાથે જિંદગીભર કેવી રીતે પનારો પાડ્યો હશે ? ભગવાનની કરુણા એક અંશરૂપે ગોશાળાની આસપાસ રહી. એણે કરુણા સારી રીતે ના ઝીલી એટલે એનો વિશાળ સંપ્રદાય ભૂંસાઈ ગયો. માગસર વદ સાતમ : શ્યામ બજાર શિલ્પીઓને આપણે ખોટો જશ આપીએ છીએ. પથ્થરોમાં સૌંદર્ય મદમસ્ત ગુંડાઓના ઝૂંડ જેવા એ પથ્થરોના ગંજ હતા. નિસર્ગનું સહજ સ્થાપત્ય આપખુદમાં જ ઉન્મત્ત હતું. જમીનમાંથી માથું ઊંચકીને એ પથ્થરો બહાર નીકળી આવ્યા હતા. જમીનમાં હોય તેવી ખેતીની લાયકાત તેમનામાં નહીં. પરંતુ હજારો વરસોથી ઝઝૂમવાની તાકાત તો એમનામાં જ હતી. ધરતી તો ધોવાઈ જાય. પથ્થરો અડીખમ રહે. એક ખેતરમાં પાષાણરત્ન કૂર્મરાજ જેવી પીઠ બહાર રાખી હતી. થોડીવાર છાનામાના ઊભા રહીશું તો, સસલાને હરાવનારું આ મંદગતિ પ્રાણી ચાલવા માંડશે તેવો જ વિચાર આવે, એક પથ્થરમાં આડી તિરાડ પડી હતી, તે છેક જમીનની સરસાઈ પર. તેના સ્વયંભૂશિખરની નીચે બે ગોબા પડેલા હતા. આ ગોબા અને પેલી તિરાડ વચ્ચે એક ઊભો કાપ પડ્યો હતો. બાળવાર્તાના રાક્ષસની ખોપડી જેવો એનો ચહેરો. તિરાડ તે પહોળું મોટું , કાપ તે લાંબુ નાક, ગોબા તે કોડા જેવી આંખો. એકબીજાની પીઠ પર ઢળીને ગર્દી કરનારા પથ્થરોને જોઈને અવાફ થઈ જવાય. ઘોડાનાં ડાબલાં ધણધણાવી મૂકે તેવા મજબૂત પથ્થરો પર માથું અને આખું શરીર ટેકવીને આડા પડો તો ઊંઘ ચડી જાય. પથારીને તડકે મૂકો. આ કાળમાં અનશન થતા હોત તો અહીં ભીડ થાત. ‘આ રસ્તે પ્રભુવીર નીકળ્યા હશે. કેટલાય દિવસો સુધી ધ્યાન ધરી પ્રભુએ આ ગરીબ પાષાણોને હૂંફ આપી હશે. પ્રભુએ ધ્યાન પૂર્ણ કરીને વિહાર કર્યો હશે ત્યારે આ પથ્થરોમાં હાહાકાર મચ્યો હશે. મહાગિરિ મેરુના અંગેઅંગ ધ્રુજાવનારા પ્રભુ એમની વચ્ચે સ્થિર રહ્યા તે એમને સમજાયું નહીં હોય. પોતાના સાથીદારની જેમ જ હાલ્યા ચાલ્યા વગર સ્થિર રહેતા આવડી ગયું હોય તો આ રીતે શરીરને ઊંચકી ફરવાનો શ્રમ લેવાથી પ્રભુને શું મળતું હશે. અમને સાથે લેતા જજો, પાછા આવો ત્યારે અહીં ઊભા રહેજો , આવા કાલાવાલા તેમણે કર્યા હશે. પ્રભુનું સંડાસચારી સ્મિત જોઈને તેમણે પ્રભુના પાછા આવવાની આશા બાંધી હશે. અઢી હજાર વરસેય એમની આશા અતૂટ છે. અમને જોઈને એ પથ્થરો મનમાં શું વિચારતા હશે ? સોચતા હશે : “ચાલતા તો બધાને આવડે.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107